મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શ્રીનગરઃ , ગુરુવાર, 21 માર્ચ 2019 (14:24 IST)

હોળી પર પાક ની નાપાક હરકત, LOC પર ફાયરિંગમાં એક જવાન શહીદ, કાશ્મીરમાં 3 જગ્યાએ મુઠભેડ

પાકિસ્તાને જમ્મુ કાશ્મીરના બારામૂલા જિલ્લાના સોપોરમાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલ ગ્રેનેડ હુમલામાં અધિકારી સહિત બે પોલીસકર્મી ઘાયલ થયાના અહેવાલ છે. એક પોલીસ અધિકારીએ જમાવ્યું કે, ઉત્તર કાશ્મીર જિલ્લામાં સોપોરના મુખ્ય ચોક પર આતંકવાદીઓએ સુરક્ષાદળો પર એક ગ્રેનેડ ફેંક્યો. બીજી બાજુ રાજૌરી જિલ્લામાં એલઓસી પર પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરતાં ગોળીબારમાં ભારતીય સેનાના એક જવાન શહીદ થયાના અહેવાલ છે.
 
તેમણે જણાવ્યું કે, વિસ્ફોટમાં ડાંગીવાચા સ્ટેશનના પ્રભારી સહિત બે પોલીસકર્મીને સામાન્ય ઈચા થઈ છે. ઘાયલોને હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવ્યા છે. અધિકારીએ કહ્યું કે, સુરક્ષાદલોએ હુમલાખોરોને પકડવા માટે વિસ્તારની ઘેરાબંદી કરી છે અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. અધિકારીઓએ સાવધાનીના ભાગરૂપે સોપોરમાં મોબાઈલ ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી છે.