બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 14 માર્ચ 2019 (21:07 IST)

Mumbai Foot Overbridge Collapse-: મુબઈમા CST પાસે ફુટઓવર બ્રિઝ દુર્ઘટના 4 લોકોના મોત, 28 ઘાય઼લ

મુબઈમા CST પાસે ગુરુવારે છત્રપતિ શિવાજી ટર્મિનલ પાસે ફૂટઓવર બ્રિજ ધરાશાઈ થતાં 4 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 28 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટનામાં કેટલાક લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે. ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.  અહેવાલ અનુસાર 23માંથી 5ની સ્થિતિ ગંભીર જણાવવામાં આવી છે. આ દુર્ઘટના સાંજે સાડા સાત વાગ્યાની આસપાસ બની હતી. અચાનક બ્રિજ ધરાશાઈ થતા અફરાતફરી મચી ગઈ હતી. લોકો લોકલ ટ્રેન પકડવા માટે આ બ્રિજનો ઉપયોગ કરે છે.