જવાહર ચાવડાએ કેબિનેટ પ્રધાન તો યોગેશ પટેલ અને હકુભાએ રાજ્યકક્ષાના પ્રધાન તરીકે શપથ લીધા
રાજભવન ખાતે જવાહર ચાવડા, યોગેશ પટેલ અને ધર્મેન્દ્રસિંહ જાડેજાની શપથવિધિ શરૂ થઈ છે. રાજ્યપાલ ઓ.પી. કોહલીએ ત્રણેય ધારાસભ્યોને મંત્રીપદના શપથ લેવડાવ્યા હતા. જવાહર ચાવડાએ કેબિનેટ પ્રધાન તરીકે શપથ લીધા. જ્યારે યોગેશ પટેલ અને ધર્મેન્દ્રસિંહ જાડેજાએ રાજ્યકક્ષાના પ્રધાન તરીકે શપથ લીધા. આ શપથવિધિ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન અને મંત્રીમંડળ પણ હાજર રહ્યાં. આ અંગે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે એક કેબિનટ મંત્રી અને બે રાજ્યકક્ષાના મંત્રીએ શપથ લીધા છે. ખાતાની ફાળવણી પાછળથી થશે. મંત્રી પોતાની અનુકુળતા પ્રમાણે ચાર્જ લેશે. સંસદીય સચિવની હાલ કોઈ જાતની ચર્ચા નથી. તેમણે જણાવ્યું કે સી.કે. રાઉલજીનો મંત્રીમંડળમાં સમાવેશ નથી કરાયો.