ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: જમ્મુ , ગુરુવાર, 7 માર્ચ 2019 (12:58 IST)

જમ્મુ બસ સ્ટેન્ડમાં ગ્રેનેડ બ્લાસ્ટ, એકનુ મોત અને અનેક ઘાયલ

જમ્મુના જનરલ બસ મથક પર ગ્રેનેડ બ્લાસ્ટ થયો છે. ધમાકામાં લગભગ દસ લોકો ઘાયલ થવાની સૂચના મળી છે. જ્યારે કે એક વ્યક્તિનુ મોત થયુ છે.  ગ્રેનેડ એસઆરટીસી બસ સ્ટેન્ડની નિકટ જઈને ફાટ્યુ. ગ્રેનેડ ફાટતા જ ચારે બાજુ અફરા-તફરી મચી ગઈ. પોલીસદળ ઘટના સ્થળ પર પહોચી ગયુ છે. 
 
છેલ્લા એક વર્ષમાં જમ્મુ બસ અડ્ડામાં આ બીજો ગ્રેનેડ હુમલો છે.  આ પહેલા પણ એકવાર ઢાબાને નિશાન બનાવીને અને બીજીવાર પોલીસચોકીને નિશાન બનાવીને આતંકી ગ્રેનેડ ધમાકો કરવાની કોશિશ કરી ચુક્યા છે.