મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 18 માર્ચ 2019 (12:52 IST)

મનોહર પર્રિકર : IIT થી સીએમ સુધીની યાત્રા, જાણો તેમના વિશે 10 ખાસ વાતો

ગંભીર બીમારીને કારણે ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકર (Manohar Parrikar) નું આજે નિધન થઈ ગયુ. તેઓ 63 વર્ષના હતા. ગઈ ફેબ્રુઆરીમાં બીમારીની જાણ થયા પછી તેમણે ગોવા, મુંબઈ, દિલ્હી અને ન્યૂયોર્કના હોસ્પિટલમાં સારવાર કરાવી. પરંતુ છેવટે 17 માર્ચના રોજ તેઓ જીવનની જંગ હારી ગયા. 
 
- મનોહર પર્રિકર શાલીન, સરળ, સ્વભાવના નેતા રહ્યા. તેમણે 1978માં IIT મુંબઈથી પોતાનુ ગ્રેજ્યુએશન કર્યુ. 
- મનોહર પર્રિકર ભારતન અકોઈ રાજ્યના મુખ્યમંત્રી બનનારા પહેલા એવા વ્યક્તિ હતા જેમણે IIT ગ્રેજ્યુએશન કર્યુ હતુ. 
- મનોહર પર્રિકર વોવામાં બીજેપીના પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા. 1994માં તેમણે ગોવાની દ્વિતીય વ્યવસ્થાપિકા માટે પસંદ કરવામાં આવ્યા હતા. 
- વર્ષ 2000માં ગોવામાં થયેલ વિધાનસભા ચૂંટણીમાં ભાજપાને લોકોનો સાથે મળ્યો અને ભાજપાને ગોવાની સત્તામાં આવવાની તક મળી. બીજી બાજુ સત્તામાં આવતા જ પાર્ટીએ આ રાજ્યના મુખ્યમંત્રીના રૂપમાં પર્રિકરને પસંદ કર્યા. 
- 24 ઓક્ટોબરનાર ઓજ પર્રિકરે ગોવાના મુખ્યમંત્રીના રૂપમાં કાર્ય શરૂ કર્યુ. પણ કોઈ કારણસર તેમનુ આ કાર્યકાળ વધુ સમય સુધી ચાલી શક્યુ નહી અને 27 ફેબ્રુઆરી 2002ના રોજ તેમને ખુરશી છોડવી પડી. તેઓ 5 જૂન 2002ના રોજ ફરીથી મુખ્યમંત્રીના રૂપમાં પસંદગી પામ્યા. 
- બીજી બાજુ 2005માં થયેલ વિધાનસભા ચૂંટણીમાં ભાજપાને હાર મળી અને પર્રિકરને મુખ્યમંત્રી પદ છોડવુ પડ્યુ. જ્યારબાદ ભાજપાને વર્ષ 2012માં ગોવામાં થયેલ ચૂંટણીમાં ફરી જીત મળી અને ફરીથી ભાજપાએ પર્રીકરને મુખ્યમંત્રી બનાવી દીધા. 
- 2014માં થયેલ લોકસભા ચૂંટણીમાં ભાજપાને જીત મળી અને પાર્ટી કેન્દ્રમાં પોતાની સરકાર બનાવવામાં સફળ રહી. બીજી બાજુ જ્યારે દેશના રક્ષા મંત્રીને પસંદ કરવાનો સમય આવ્યો તો ભાજપાની પ્રથમ પસંદગી પર્રીકર બન્યા અને તેમણે દેશના રક્ષા મંત્રી બનાવી દેવામાં આવ્યા. 
- દેશના રક્ષા મંત્રી બનવા માટે પર્રીકરને પોતાનુ મુખ્યમંત્રી પદ છોડવુ પડ્યુ અને તેમના સ્થાન પર લક્ષ્મીકાંતને રાજ્યના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. 
- મનોહર પર્રિકર રક્ષામંત્રી રહેતા ભારતીય સેનાએ બે મોટા ઓપરેશનને અંજામ આપ્યો હતો. 2015માં મ્યાંમારની સીમામાં ભારતીય પૈરાકમાંડો દ્વારા ઘુસીને ઉગ્રવાદીઓને ઠાર કર્યા અને નવેમ્બર 2017માં સર્જીકલ સ્ટ્રાઈક થઈ.