શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :નવી દિલ્હી. , શુક્રવાર, 8 જૂન 2018 (16:16 IST)

જે રીતે રાજીવની હત્યા કરી એ જ રીતે પીએમ નરેન્દ્ર મોદીની હત્યાનુ કાવતરું, પત્રમાં સનસનીખેજ ખુલાસો

દેશમાં ભાજપાની વધતી લોકપ્રિયતાથી ખિજાયેલા માઓવાદી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હત્યાનુ ષડયંત્ર રચી રહ્યા છે. તેનો ખુલાસો એક પત્રમાં થયો છે. જે કથિત રૂપે કોઈ પ્રકાશ નામના વ્યક્તિને સંબોધિત છે. 
 
પુણે પોલીસે આજે કોર્ટને જણાવ્યુ કે પ્રતિબંધિત ભાકપા (માઓવાદી) સાથે સંબંધના આરોપમાં ધરપકડ પામેલા પાંચ વ્યક્તિઓમાંથી એકના ઘરમાં કથિત રૂપે એક પત્ર મળ્યો છે. જેમા એ વાતનો ઉલ્લેખ છે કે માઓવાદી એક વધુ રાજીવ ગાંધી કાંડની યોજના બનાવી રહ્યા છે. 
પોલીસે ડિસેમ્બરમાં અહી આયોજીત એલગાર પરિષદ અને ત્યારબાદ જીલ્લામાં ભીમા-કોરેગાવ હિંસાના સંબંધમાં ગુરૂવારે દલિત કાર્યકર્તા સુધીર ધાવલે, વકીલ સુરેન્દ્ર ગાડલિંગ, કાર્યકર્તા મહેશ રાઉત અને શોમા સેન અને રોના વિલસનને ક્રમશ મુંબઈ, નાગપુર અને દિલ્હીથી ધરપકડ કર્યા હતા. બધા પાંચ આરોપીઓને આજે સત્ર કોર્ટમાં રજુ કર્યા હતા. જેમને તેને 14 જૂન સુધી પોલીસ ધરપકડમાં મોકલી આપ્યા. 
 
અભિયોજક ઉજ્જવલ નિકમે કોર્ટને કહ્યુ કે દિલ્હીમાં રોના વિલસનના ઘરેથી મળેલા પત્રમાં એમ-4 રાઈફલ અને ગોળીઓ ખરીદવા માટે આઠ કરોડ રૂપિયાની જરૂરની વાત લખી છે.  સાથે જ તેમા એક વધુ રાજીવ ગાંધી કાંડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 
આરોપીના ઘરેથી મળેળી ચિઠ્ઠીમાં લખ્યુ છે કે પીએમ મોદીનુ આખા દેશમાં વધી રહેલુ મહત્વ અમારી પાર્ટી માટે સંકટ છે. મોદી લહેરનો ફાયદો ઉઠાવતા ભાજપાએ દેશના 15થી વધુ રાજ્યોમાં પોતાને સરકાર બનાવી. આવામાં અમને હવે મોદીના ખાત્માને લઈને સખત પગલા ઉઠાવવા જ પડશે.  અમે વિચારી રહ્યા છીએ કે રાજીવ ગાંધી કાંડની જેમ આને પણ અંજામ આપવામાં આવે જેથી જોવામાં આ આત્મહત્યા કે દુર્ઘટના જેવુ લાગે. પત્ર મુજબ મોદીના કોઈ રોડ શો દરમિયાન તેમને નિશાન બનાવી શકાય છે. 
 
જપ્ત પત્ર કોઈ કૉમરેડ પ્રકાશએન સંબોધિત છે અને આ પત્ર લાલ સલામથી શરૂ થયો છે. જ્યારે કે અંતમાં ફક્ત શબ્દ આર લખવામાં આવ્યો છે. તેના પર 18 એપ્રિલ 2017ની તારીખ લખેલી છે.