ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: જયપુર , બુધવાર, 7 ફેબ્રુઆરી 2018 (11:52 IST)

પીએમ નરેન્દ્ર મોદીની પત્ની જશોદાબેન માર્ગ અકસ્માતમાં ઘવાયા

પીએમ નરેન્દ્ર મોદીની પત્ની જશોદાબેનનુ રાજસ્થાનના કોટ્ટા-ચિત્તોડ હાઈવે પર થયેલ અકસ્માતમાં ઘવાયા છે. તેમના માથા પર વાગ્યુ છે. 
 
એવુ કહેવાય રહુ છે કે આ દુર્ઘટનામાં એક વ્યક્તિનુ મોત થયુ છે. જશોદાબેનને ચિત્તોડની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.  જશોદાબેન એકદમ ઠીક છે અને દુર્ઘટના પછી પોલીસ સાથે ચાલીને ગાડીમાં બેસ્યા. ત્યારબાદ તેમને હોસ્પિટલ મોકલવામાં આવ્યા. 
 
ઉલ્લેખનીય છે કે આ પહેલા જશોદાબેન 2016માં ત્યારે ચર્ચામાં આવ્યા હતા જ્યારે અમદાવાદના ક્ષેત્રીય પાસપોર્ટ ઓફિસમાં એક આરટીઆઈ અરજી નોંધાવતા તેમને નરેન્દ્ર મોદીના ગુજરાતના મુખ્યમંત્રી રહેતા પોતાના પાસપોર્ટ મેળવવા માટે જમા કરેલ લગ્ન સાથે જોડાયેલ દસ્તાવેજોની વિગત માંગી. 
 
ગયા વર્ષે જશોદાબેનના પાસપોર્ટ સંબંધી અરજી એ આધાર પર રદ્દ કરવામાં આવી હતી કે તેમણે એવુ કોઈ લગ્ન પ્રમાણપત્ર કે કોઈ સંયુક્ત શપથપત્ર રજુ ન કર્યુ. જેનાથી સાબિત થતુ હોય કે તેમના મોદી સાથે લગ્ન થયા છે. આ પુષ્ઠભૂમિકા જશોદાબેને આ આરટીઆઈ અરજી નાખી હતી.