બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: બહરાઈચ - , ગુરુવાર, 23 ફેબ્રુઆરી 2017 (14:50 IST)

'ગધેડા'વાળા નિવેદન પર મોદીનો હુમલો, કહ્યુ - અખિલેશ બાબૂ ગધેડા પાસેથી પણ અમને મળે છે પ્રેરણા

પ્રધાનમંત્રી નરેન્દ મોદીએ બહરાઈચમાં એક ચૂંટણીની રેલીને સંબોધિત કરતા વિપક્ષી પાર્ટીઓ પર જોરદાર હુમલો બોલ્યો. પ્રધાનમંત્રીએ કહ્યુ કે સપા સરકારના કામ નહી કારનામા બોલે છે. સપા સરકાર ઉત્તર પ્રદેશના ભવિષ્યની કોઈ ચિંતા નથી. અખિલેશના ગધેડાવાળા પલટવાર કરતા કહ્યુ કે આટલા દૂર હોવા છતા પણ તેમણે ગુજરાતના ગધેડાથી ભય લાગી રહ્યો છે. અખિલેશ બાબૂ અમને ગધેડાઓથી પ્રેરણા મળે છે. 
 
અખિલેશના નિવેદન કોંગ્રેસ સાથે દિલ મોટુ કરીને ગઠબંધન કર્યુ છે. પણ પલટવાર કરતા પ્રધાનમંત્રીએ કહ્યુ કે અખિલેશે કોંગ્રેસ સાથે ગઠબંધન દિલ મોટુ નહી દિલ કડક કરીને કર્યુ છે. મોદીએ કહ્યુ કે અખિલેશ વિચાર છે કે કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને તે બચી જશે પણ આવુ નથી થવાનુ. 
 
-મોદીએ અખિલેશને કહ્યુ, "તમારી જાતિવાદી માનસિકતા જાનવરોમાં પણ જાતિવાદી દેખાવવા લાગી. તમારી સરકાર એટલી એફિશિએંટ છે કે જો કોઈની પણ ભેસ ખોવાય જાય તો આખી સરકાર લાગી જાય છે પણ અખિલેશજી ગધેડો પણ પ્રેરણા આપે છે. ગધેડો પોતાના માલિક પ્રત્યે વફાદાર હોય છે. તે ઓછામાં ઓછા ખર્ચવાળા હોય છે.  ગધેડો કેટલો પણ થાકેલો હોય પણ જો માલિક કામ લે તો તે પૂર્ણ કરીને આપે છે. 
 
- આ સવા સો કરોડ દેશવાસીઓ માટે ગધેડાથી જ પ્રેરણા લઈને કામ કરુ છુ અખિલેશજી.. અને ગધેડો તેની પીઠ પર ચૂનો હોય કે ચીની તેને ફરક નથી પડતો. આ તો કરપ્ટ લોકોનુ કામ છે. જે એ જુએ છે કે કયા રંગની નોટ ટેબલ પર આવી છે. 
- ગુજરાતના લોકો પ્રત્યે તમને નફરત છે. મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને દયાનંદ સરસ્વતી ત્યાથી જ આવે છે. ભગવાન કૃષ્ણે અહીથી જઈને ત્યા વસવુ પસંદ કર્યુ. 
- મોદીએ કહ્યુ તમે જેને ગળે ભેટી રહ્યા છો તેમની જ્યારે સરકાર હતી  એ યૂપીએ સરકારે 2013મં આ જ ગુજરાતના ગધેડા પર ડાક ટિકિટ કાઢી હતી. અખિલેશજી એ ગધેડો કેટલો મહત્વપૂર્ણ હશે ? એ તમે હવે સમજી ગયા હશો.