MP President Hemant Khandelwal - BJP એ હેમંત ખંડેલવાલને જ કેમ પસંદ કર્યા ? જાણો 2028-29 ચૂંટણી રણનીતિના 3 મોટા ઈશારા
MP BJP New State President Hemant Khandelwal: હેમંત ખંડેલવાલને તેના નવા પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્ત કરીને, મધ્યપ્રદેશ ભાજપે સ્પષ્ટ કર્યું છે કે પાર્ટી હવે સંગઠનને જમીન સાથે જોડવાનું કામ કરી રહી છે અને આગામી વિધાનસભા ચૂંટણી 2028 અને લોકસભા ચૂંટણી 2029 માટે પૂરા જોશથી તૈયારી કરી રહી છે. હેમંત ખંડેલવાલને આ જવાબદારી શા માટે સોંપવામાં આવી, તેની પાછળનું કારણ ફક્ત ચહેરો બદલવાનું નથી, પરંતુ રાજકીય સંતુલન અને રણનીતિનો મોટો ખેલ છે.
1. સંગઠન અને સરકારની વચ્ચે સેતુ બનશે ખંડેલવાલ
BJP ને એવા નેતાની જરૂર હતી જે ન તો સંપૂર્ણ રીતે સત્તા એટલે કે સરકારનો છે અને ન તો સંપૂર્ણ રીતે સંગઠનમાંથી કપાય ગયો હોય. હેમંત ખંડલવાલ આ દરમિયાનની કડી છે. તેનો વ્યવ્હાર કાર્યકર્તાઓ અને નેતૃત્વ બંને સાથે સહજ છે. મુખ્યમંત્રી મોહન યાદવ અને સંગઠન મંત્રી વચ્ચે સારો તાલમેલ બનાવવા માટે તેમને આગળ લાવવામાં આવ્યો છે.
2. વૈશ્ય સમુહને મજબૂત પ્રતિનિધિત્વ આપવાની કોશિશ
ખંડેલવાલનો સંબંધ વૈશ્ય સમાજ સાથે છે. જે મઘ્યપ્રદેશમાં ભાજપાનો પારંપારિક સમર્થક તો છે પણ નેતૃત્વમાં ભાગીદારીની કમી રહી છે. 31 વર્ષ પછી આવુ પહેલીવાર છે કે જ્યારે પાર્ટી આ વર્ગને રાજનીતિક ઓળખ આપીને 2028 અને 2029 માટે મજબૂત સંદેશ આપવા માંગે છે કે BJP સૌને સાથે લઈને ચાલે છે.
3. સંઘ સાથે સંબંધ નિભાવનારો ચેહરો
હેમંત ખંડેલવાલનો RSS સાથે ઊંડો સંબંધ રહ્યો છે. તે અનુશાસન, કાર્યકર્તા-ભાવના અને વિચારધારા સાથે જોડાયેલ નેતા છે. તેનાથી પાર્ટીને વિશ્વાસ છે કે તે સંગઠનની કરોડરજ્જુ બનીને જમીન પર પાર્ટીને મજબૂત કરશે અને સંઘના એજંડાને પણ સંતુલિત રૂપથી આગળ વધારશે.
ટૂંકમાં એવુ કહેવામાં આવી રહ્યુ છે કે હેમંત ખંડેલવાલને પ્રદેશાધ્યક્ષ બનાવવા BJP નુ એક વ્યૂહાત્મક પગલું છે, જે સરકાર અને સંગઠનનું સંતુલન, જાતિ સંતુલન અને RSS સાથે સંકલનને મજબૂત બનાવે છે. હેમંતની બિનહરીફ ચૂંટણી 2028 ની વિધાનસભા ચૂંટણીનો સીધો પુરાવો છે, જ્યાં ભાજપ પ્રચંડ બહુમતી સાથે પરત ફરવા માંગે છે.