શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 22 ઑક્ટોબર 2021 (13:21 IST)

મુંબઈમાં 60 માળાની ઈમારતમાં લાગી આગ જીવ બચાવવા માટે કૂદી ગયો યુવક

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં લાલબાગની પાસે શુક્રવારે એક 60 માળાની ઈમારતમાં ભયંકર આગ લાગી ગઈ. આગ ઈમારતની 19મા માળે લાગી. અત્યારે તે ફેલીને 17મા અને 25મા માળા સુધી પહોંચી ગઈ છે. 
 
આગમાં કેટલાક મજૂરોના ફંસાયેલા હોવાના એંધાણ છે. આ વચ્ચે આગમાં ફંસાયેલો એક યુવક ઈમારતથી કૂદી ગયો. બિલ્ડિંગથી યુવકનો કૂદવાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યુ છે. 
 
અવિઘ્ના પાર્ક બિલ્ડિંગના આગ લાગ્યા પછી ઈજાગ્રસ્ત થયેલ યુવકને હોસ્પીટલ ખસેડવામાં આવ્યુ છે. આ વચ્ચે મુંબઈના મેયર કિશોરી પેડનેકરની દુર્ઘટનાસ્થળે પહોંચ્યા. 
 
12 થી 18 ફાયર ટેન્ડરો આગ બુઝાવવામાં રોકાયેલા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જે બિલ્ડિંગમાં આ આગ લાગી તે નિર્માણાધીન બિલ્ડિંગ છે