1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : બુધવાર, 13 ઑક્ટોબર 2021 (12:45 IST)

Mumbai kurla fire- મુંબઈના કુર્લામાં ભીષણ આગમાં 20 મોટરસાઈકલ બળીને ખાખ

Mumbai kurla fire in 20 bikes
મુંબઈ : મુંબઈના કુર્લાના નહેરુ નગરમાં ભીષણ આગ લાગી હતી. અહીં પાર્કિંગમાં પાર્ક કરેલી 20 જેટલી મોટરસાયકલોમાં આગ લાગી હતી. આ વાહનો નેહરુ નગર નિવાસી સોસાયટીના પાર્કિંગમાં પાર્ક કરવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ આ આગ બુધવારની સવારે લાગી હતી. ઘટનાની માહિતી મળ્યા બાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગ એટલી ભીષણ હતી કે, તમામ મોટરસાઈકલ આગમાં બળીને ખાખ થઈ ગઈ હતી.