શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 22 જુલાઈ 2021 (08:05 IST)

મુંબઈમાં હળવી-હળવી થઈ ભારે વરસાદ લોકલ ટ્રેન સેવા ઠપ, રેડ અલર્ટ જારી

મુંબઈમાં બુધવારે રોકાઈ-રોકાઈને વરસાદ થઈ જેના કારણે ઉમ્બેરમાલી રેલ્વે સ્ટેશન અને કસારાના વચ્ચે મુંબઈ લોકલ ટ્રેન સેવા રોકી દેવામાં આવી છે. તેમજ રેલ ટ્રેક ડૂબી જતા ઈગલપુરી અને ખારદીના વચ્ચે રેલ સેવા અસ્થાયી રૂપથી રોકાઈ ગઈ. મંગળવારે રાતથી બુધવાર રાત દસ વાગ્યા સુધી કસારામાં 207 મિલીમીટર (મિમી) વરસાદ થયો છે. જેમાંથી 45 મિમી વાગે એક કલાકની અંદર થયો. 
 
મુંબઈમાં બુધવારે સવારે 8 વાગ્યાથી 10 વાગ્યાની અંદર 68.72 મિલી મીટર વરસાદ નોંધાયો છે. જ્યારે પૂર્વ અને પશ્ચિમ ઉપનગરોમાં 58.75 મિમી અને 58.24 મિમી વરસાદ નોંધાયો છે. બુધવારે બપોરે વરસાદ થોડો ઓછો થયો હતો પરંતુ રાતે ફરીથી તેની સ્પીડ વધી હતી.