મુંબઈમાં ભારે વરસાદનો કહેર, મલાડમાં ઢસડી પડી ચાર માળની બિલ્ડિંગ, 11ના મોત

building collapse
Last Modified ગુરુવાર, 10 જૂન 2021 (10:17 IST)

મુંબઈમાં વરસાદે એકવાર ફરી કહેર વરસાવ્યો છે. મુંબઈના મલાડ વેસ્ટ વિસ્તારમાં ગઈ રાત્રે લગભગ 11 વાગ્યે ચાર માળની રહેવાસી બિલ્ડિંગ ઢસડી પડી, જેમા 11 લોકોના મોત થઈ ગયા અને અન્ય અનેક લોકો ઘાયલ થઈ ગયા. આ ઉપરાંત અનેક લોકો કાટમાળની નીચે દબાય ગયા જેમને બહાર કાઢવાનુ કામ ચાલુ છે.

બ્રૃહન્મુંબઈ મહાનગરપાલિકા (બીએમસી)ના એકધિકારીએ જણાવ્યુ કે મલવની વિસ્તારમાં અબ્દુલ હમીદ રોડના ન્યૂ કલેક્ટર કમ્પાઉંડમાં% બુધવારે રાત્રે લગભગ સવા 11 વાગ્યે આ દુર્ઘટના થઈ. અગ્નિશમન વિભાગ અને અન્ય એજંસીઓના કર્મચારી તરત ઘટનાસ્થળ પર પહોંચ્યા અને બચાવ અને શોધ અભિયાન શરૂ કર્યુ. તેમણે જણાવ્યુ કે દુર્ઘટનામાં આઠ બાળકો અને ત્રણ વયસ્ક લોકોના મોત થઈ ગયા છે.

ઘટના પછી ફાયરબ્રિગેડ અને BMCની ટીમે ઘટનાસ્થળ પર પહોંચી રાહતકાર્ય શરૂ કરી દીધું હતું. ગીચ વસતિ હોવાને કારણે ઘટનાસ્થળે પહોંચવાનો રસ્તો ખૂબ સાંકળો છે. એવામાં રેસ્ક્યૂમાં મુશ્કેલી થઈ રહી છે. એમ્બ્યુલન્સ, ફાયરબ્રિગેડ અને JCBને ઘટનાસ્થળે પહોંચવામાં મુશ્કેલી થઈ હતી.
બીએમસીના અધિકારીએ જણાવ્યુ કે મરનારાઓમાં આઠ, નવ અને 13 વર્ષના ત્રણ બાળકોની ઓળખ થઈ ચુકી છે. આઠ અન્યની ઓળખ કરવામાં આવી રહી છે. ઘાયલ થયેલા અન્ય સાત લોકોમાંથી એકની હાલત ગંભીર છે. કાટમાળમાંથી કાઢેલા ઘાયલોને નિકટની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મહાનગરપાલિકા અને અગ્નિશમન વિભાગના અધિકારીઓ મુજબ, કેટલાક અન્ય લોકો પણ કાટમાળમાં ફસાયેલા હોઈ શકે છે અને તેમની શોઘ ચાલુ છે. મકાન પાસે જ બની રહેલા માળનુ માળખુ પડી ગયુ હતુ, તેની પાસે બનેલી ત્રણ માળની બિલ્ડિંગ પણ હલી ગઈ.

મુંબઈ અને એની આસપાસના વિસ્તારોમાં બુધવારે લગભગ સમગ્ર દિવસ દરમિયાન વરસાદ થયો હતો. એને કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા. પશ્ચિમ ઉપનગર સાંતાક્રુઝમાં બુધવારે સવારે આઠ વાગ્યાથી બપોરના અઢી વાગ્યા સુધી, એટલે કે છ કલાકમાં 164.8 મિલીમીટર વરસાદ થયો છે. હવામાન વિભાગનું આજે પણ વરસાદનું રેડ અલર્ટ છે.


આ પણ વાંચો :