મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : શુક્રવાર, 26 એપ્રિલ 2019 (16:16 IST)

નારાયણ સાંઈની કલંક કથા, પ્રવચનની આડમાં મિટાવતો પોતાની હવસ

સૂરતની બે બહેનો સાથે રેપના મામલે આસારામ બાપૂના પુત્ર નારાયણ સાંઈને સૂરતની સેશંસ કોર્ટે દોષી કરાર આપ્યો છે. હવે નારાયણ સાંઈની સજાનુ એલાન 30 એપ્રિલના રોજ થશે. ઉલ્લેખનીય છે કે  નારાયણ સાંઈ કથા અને પ્રવચનની આડમાં મહિલાઓનને પોતાની હવસનો શિકાર બનાવતો હતો. 


 નારાયણ સાઈ વિરુદ્ધ સૂરતની જે બે રેપ પીડિતાએ ગવાહી આપી તેમને પણ કથા અને પ્રવચનની આડમાં નારાયણ સાંઈએ પોતાનો શિકાર બનાવ્યા હતા. 
-
-  બંને બહેનોને નારાયણ સાંઈ પર આરોપ લગાવ્યો હતો કે તેને કથાન બહાને અનેકવાર તેમની સાથે રેપ અને અપ્રાકૃતિક સેક્સ પણ કર્યુ. એટલુ જ નહી તે છોકરીઓને એ બતાવવાનો પ્રયત્ન કરતો કે તે તેમને ખૂબ પ્રેમ કરે છે તેથી તે છોકરીઓને લવ લેટર્સ પણ લખતો હતો. 
 
ઉલ્લેખનીય છે કે સૂરતની બંને પીડિત બહેનો આસારામના આશ્રમમાં સાધક બનીને રહેતી હતી. તેમણે જણાવ્યુ કે આસારામ અને તેમના પુત્ર નારાયણ સાંઈની સામે તેમની પત્નીઓ જ તેમને લઈ જતી હતી. 
ત્યારબાદ નારાયણ સાંઈ તેમને હવસનો શિકાર બનાવતા હતા. રેપ પીડિતાઓનો આરોપ છે કે નારાયણ સાંઈએ અનેક સ્થાન પર તેમની સાથે દુષ્કર્મ અને શારીરિક શોષણ કર્યુ. 
ઉલ્લેખનીય છે કે નારાયણ સાંઈ મોટાભાગે એવી અનેક યુવતીઓ સાથે કરતો હતો. તેણે અનેક છોકરીઓ સાથે શારીરિક સંબંધો બનાવ્યા હતા.  જ્યારે છોકરીઓએ તેમના વિરુદ્ધ રેપની ફરિયાદ કરી તો નારાયણ સાંઈ કહેતો હતો કે તે તો તેમને પ્રેમ કરતો હતો. 
રેપના આરોપ પછી કહેવાતા સંતની પોલ ખુલવા મંડી તો ધાકડ પોલીસવાળા પણ નવાઈમાં હતા. કારણ કે નારાયણ સાંઈએ પોતાની પત્ની ઉપરાંત પણ અનેક છોકરીઓ સાથે શારીરિક સંબંધ બનાવ્યા હતા. 
નારાયણ સાંઈ આમ તો પોતાનુ નિવેદન દરેક વખતે બદલતો રહ્યો. પોલીસને એવુ કહીને ગુમરાહ કરતો રહ્યો કે તેના લગ્ન નથી થયા. ન તો તેની પત્ની છે અને ન તો બાળકો. પણ તેના લગ્નની અનેક તસ્વીર પણ સામે આવી હતી. જ્યારબાદ તેની પોલ ખુલી હતી. 
એવુ પણ કહેવાય છે કે નારાયણ સાંઈ છોકરીઓ દ્વારા સ્વીટહાર્ટ ગૉડ કહેવાવવુ પસંદ કરતો હતો. તેથી તે મોટેભાગે છોકરીઓને પોતાની આસપાસ રાખતો હતો. 
ઉલ્લેખનીય છે કે રેપ ઉપરાંત નારાયણ સાંઈ પર જેલમાં રહેનારા પોલીસ કર્મચારીને લાંચ આપવાનો પણ આરોલ લાગ્યો હતો.. જો કે આ મામલે તેને જામીન મળી ચુક્યા છે.