શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :નવી દિલ્હી. , ગુરુવાર, 16 માર્ચ 2017 (10:55 IST)

મફત સારવારની પોલીસી થઈ મંજૂર, જાણો શુ છે આ અને તમને તેનો શુ ફાયદો મળશે ?

જો તમે બીમાર છો અને તમારી પાસે હોસ્પિટલમાં સારવાર કરાવવાના પૈસા નથી, તો હવે તમારે ગભરાવવાની કોઈ જરૂર નથી. આવુ  એ માટે કારણ કે મોદી સરકારે કેબિનેટની બેઠકમાં નેશનલ હેલ્થ પોલીસીને મંજૂરી આપી છે. જેના હેઠળ ખિસ્સામાં પૈસા ન હોવા છતા દરેક દર્દીને સારવાર મળશે.  ઉલ્લેખનીય છે કે આજે સાંજે કેબિનેટ અને કેબિનેટ કમિટિ ઑન ઈકોનોમિક અફેયર્સની બેઠકમાં આ પોલીસીને મંજૂરી આપવામાં આવી. 
 
સરકારી હોસ્પિટલમાં મફત સારવાર 
 
એવુ બતાવાય રહ્યુ છે કે આ નેશનલ હેલ્થ પોલીસી હેઠળ દરેકને સારવારની સુવિદ્યા આપવામાં આવશે. કોઈપણ દર્દીની સારવાર માટે મનાઈ નહી કરી શકાય અને સરકારી હોસ્પિટલોમાં મફત સારવાર અને તપાસની સુવિદ્યા રહેશે. આ સાથે જ મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓને ભેટ આપતા મોંઘવારી ભત્તુ 2 ટકા વધારી દીધુ છે. જે જાન્યુઆરીથી લાગૂ થશે. આ ઉપરાંત કેબિનેટે ભારતીય સૂચના પ્રૌદ્યોગિકી સંસ્થાન (પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ) બિલ-2017ને મંજૂરી આપવા સાથે દેશભરમાં 50 નવા કેન્દ્રીય વિદ્યાલય ખોલવા પર પણ મોહર લગાવી દીધી છે. 



આજે સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા સંસદમાં રાષ્ટ્રીય સ્વાસ્થ્ય નીતિ વિશે વિસ્તારથી માહિતી આપવાના છે જેથી અત્યાર સુધી મળતી માહિતી મુજબ  આ નીતિની 10 મુખ્ય વાતો આ પ્રમાણે છે 
 
1. હવે દર્દીઓને પ્રાઈવેટ હોસ્પિટલમાં પણ સારવાર કરાવવાની છૂટ મળશે. વિશેષજ્ઞો પાસેથી સારવાર માટે લોકોને સરકારી કે ખાનગી હોસ્પિટલમાં જવાની છૂટ મળશે.  સ્વાસ્થ્ય વીમા યોજના હેઠળ ખાનગી હોસ્પિટલોને આવી સારવાર માટે નક્કી રકમ આપવામાં આવશે.  આવામાં નવી હોસ્પિટલ બનાવવામાં લાગનારા ધનને સીધા સારવાર પર ખર્ચ કરી શકાશે.  આ સમય દેશમાં ડોક્ટરને બતાવવામાં 80% અને હોસ્પિટલમાં દાખલ કરવાના મામલે 60% ભાગ પ્રાઈવેટ સેક્ટરનો છે.  પ્રાઈવેટ સેક્ટરમાં જનારા લોકોમાં મોટાભાગે પોતાના ખિસ્સમાંથી તેની ચુકવણી કરવાની હોય છે. 
 
2. પ્રસ્તાવમાં વ્યાપક સ્વાસ્થ્ય સુવિદ્યાઓ આપવાની વાત કહેવામાં આવી છે. જેના હેઠળ માતૃ અને શિશુ મૃત્યુ દર ઘટાડવાની સાથે સાથે દેશભરના સરકારી હોસ્પિટલમાં દવાઓ અને રોગોની તપાસના બધા સાધનની ઉપલબ્ધતા સુનિશ્ચિત હશે. 
 
3. સ્વાસ્થ્યના ક્ષેત્રમાં ડિઝિટલાઈજેશન પર પણ જોર આપવામાં આવશે. મુખ્ય બીમારીઓને ખતમ કરવા માટે ખાસ ટારગેટ નક્કી કરવામાં આવે છે.  જ્યા સરકાર પોતાનુ ધ્યાન પ્રાથમિક ચિકિત્સાને મજબૂત બનાવવા પર લગાવશે. 
 
4. પ્રસ્તાવ મુજબ જીલ્લા હોસ્પિટલ અને તેના ઉપરના હોસ્પિટલનોને સંપૂર્ણ રીતે સરકારી નિયંત્રણથી જુદા કરવામાં આવશે અને તેને પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ (પીપીપી) પ્રોજેક્ટમાં પ્રાઈવેટ પાર્ટીને પણ સામેલ કરવામાં આવશે. 
 
5. સ્વાસ્થ્ય મંત્રાલયના સૂત્રોએ જણાવ્યુ કે આ નીતિ હેઠળ વ્યાપક ફેરફાર કરતા પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રનો દાયરો વધારવામાં આવ્યો છે. નવી નીતિ હેઠળ પ્રથમવાર જ્યા જીલ્લા હોસ્પિટલના ઉન્નયન પર વિશેષ જોર આપવામાં આવશે.  બીજી બાજુ કાર્યક્રમોને અમલમાં લાવવાની રૂપરેખા પણ નક્કી કરવામાં આવશે. 
 
6. એક અધિકારી જણાવ્યુ અત્યાર સુધી પીએચસી હેઠળ પ્રતિરક્ષણ જન્મ પહેલાની તપાસ અને કેટલીક અન્ય તપાસનો પણ સમાવેશ હતો. નવી નીતિની સૌથી મોટી વાત એ છે કે તેમા એવા રોગોની પણ તપાસ કરવામાં આવશે જે છૂતની બીમારી નથી. 
 
7. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય નીતિ અંતિમ બે વર્ષથી લંબિત હતી. આ પોલીસી પછી સરકારનુ લક્ષ્ય છે કે દેશના 80% લોકોની સારવાર સંપૂર્ણ રીતે સરકારી હોસ્પિટલમાં મફત હોય જેમા દવા તપાસ અને સારવાર સામેલ થશે.  પોલીસીમાં ઈશ્યોરેંસની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.  બધા દર્દીઓને વીમાનો લાભ આપવામાં આવશે. 
 
8. રાજ્યો માટે આ નીતિને માનવી અનિવાર્ય નહી રહે અને સરકારની નવી નીતિ એક મોડલના રૂપમાં તેમને આપવામાં આવશે અને તેને લાગૂ કરો કે નહી આ સબંધિત રાજ્ય સરકાર પર નિર્ભર કરશે. 
 
9. 2002 પછી પહેલીવાર દેશમાં હેલ્થ પોલિસીના નવેસરથી રજુ કરવામાં આવ્યુ છે. સૂત્રો મુજબ પીએમ મોદી અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ઓબામા હેલ્થ કેયર સ્કીમથી ખૂબ પ્રભાવિત હતા અને વર્તમાન પોલીસીમાં તેનાથી કેટલીક ઈનપુટ લેવામાં આવ્યા છે. 
 
10. પોલીસી પાસ થયા પછી સ્વાસ્થ્ય પર ખર્ચ જીડીપીના 2.5 ટકા થઈ જશે અને તેના ત્રણ લાખ કરોડ સુધી પહોંચવાની આશા છે. આ સમય આ જીડીપીના 1.04% છે. સૂત્રો મુજબ પોલીસીમાં હેલ્થ ટેક્સ લગાવવાનો પણ પ્રસ્તાવ છે.