સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 16 જૂન 2020 (16:31 IST)

ભારતીય સેનાએ આપ્યો જવાબ, હિંસક ઝડપમાં 5 ચીની સૈનિકના મોત

પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર ભારત અને ચીની સૈનિકો વચ્ચે હિંસક મુઠભેડમાં ભારતના 3 સૈનિક શહિદ થઈ ગયા છે તો ચીનના પણ અનેક સૈનિક માર્યા ગયા છે  ચીનની સરકારના મુખપત્ર ગ્લોબલ ટાઇમ્સે ચીની સૈનિકોના માર્યા જવાની કબૂલાત કરી છે. જોકે, ચીનના વિદેશ મંત્રાલય અને પીએલએ અત્યાર સુધી મૌન ધારણ કર્યું છે. ગ્લોબલ ટાઇમ્સના ચીફ રિપોર્ટરએ પહેલા 5 સૈનિકો માર્યા જવાની કબૂલાત આપી હતી, પરંતુ થોડીવાર પછી  કહ્યું હતું કે ભારતીય મીડિયામાં જોયા પછી તેમણે આવુ કહ્યું હતું. તે પછી ટૂંક સમયમાં, ગ્લોબલ ટાઇમ્સના મુખ્ય સંપાદક હુ શિજિને પણ સ્વીકાર્યું કે આ અથડામણમાં ચીની સૈનિકો પણ માર્યા ગયા છે.
 
સોમવારે રાત્રે ગાલવાન ઘાટીમાં ડી-એસ્કેલેશનની પ્રક્રિયા દરમિયાન, ભારતીય સેનાના અધિકારીઓ અને બે સૈનિકો બંને સેના વચ્ચે થયેલી હિંસક અથડામણમાં માર્યા ગયા હતા. ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સના ચીફ રિપોર્ટર વાંગ વેનવેનના જણાવ્યા મુજબ ભારતીય સેનાએ ચીનના પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) ના પાંચ જવાનોને પણ માર્યા ગયા. બંને સૈન્ય તરફથી કેટલાક ફાયરિંગ થયા હતા અને લાકડીઓ અને પથ્થરોથી એક બીજા પર હુમલો કર્યો હતો. જો કે, વાંગે થોડા સમય પછી કહ્યું કે ભારતીય મીડિયામાં જોયા પછી તેણે આ કહ્યું છે.
 
અત્યારે ચીન તરફથી કેટલું નુકસાન થયું છે તેના પર ભારતીય સેનાએ વધારે કંઇ કહ્યું નથી. ફક્ત એટલું કહેવામાં આવ્યું છે કે નુકસાન બંને તરફથી થયું છે. આ પહેલા ભારતીય સેનાએ જણાવ્યું હતુ કે બૉર્ડર પર ચીની ઘુસણખોરીને રોકવા દરમિયાન ત્રણ જવાન શહીદ થયા. આમાં એક અધિકારી ઉપરાંત બે જવાન સામેલ છે.
 
મળતી માહિતી પ્રમાણે બૉર્ડર પર ચીની સૈનિકોએ ગોળી તો નહોતી ચલાવી, પરંતુ લાકડી-ડંડા અને પથ્થરોથી હુમલો કરવામાં આવ્યો હતો. લદ્દાખની ગલવાન ખીણમાં સોમવાર રાત્રે ચીની સૈનિકોની સાથે હિંસક અથડામણ દરમિયાન ભારતીય સેનાનાં એક અધિકારી અને ત્રણ જવાન શહીદ થયા. ભારત અને ચીનની સેનાનાં વરિષ્ઠ અધિકારી લદ્દાખમાં તણાવ ઓછો કરવા માટે બેઠક કરી રહ્યા છે.
 
ગત 5 અઠવાડિયાથી ગલવાન ખીણમાં મોટી સંખ્યામાં ભારતીય અને ચીની સૈનિક સામ-સામે આવ્યા હતા. આ ઘટના ભારતીય સેના પ્રમુખ જનરલ એમએમ નરવણેનાં એ નિવેદનનાં કેટલાક દિવસ બાદ થઈ છે, જેમાં તેમણે કહ્યું હતુ કે બંને દેશોનાં સૈનિક ગલવાન ખીણથી પાછળ હટી રહ્યા છે.