નેપાળી પર્વતારોહીએ 29મી વખત માઉન્ટ એવરેસ્ટ પર વિજય મેળવ્યો, પોતાનો જ રેકોર્ડ તોડ્યો
કાઠમંડુ: નેપાળી શેરપા પર્વતારોહક કામી રીટા શેરપાએ વિક્રમી 29મી વખત એવરેસ્ટ પર ચઢાઈ કરી છે, તેણે પોતાનો અગાઉનો 28 ચઢાણનો રેકોર્ડ તોડ્યો છે. વિશ્વના સૌથી ઊંચા શિખર પર રેકોર્ડ 29 વખત ચડનાર તે એકમાત્ર વ્યક્તિ છે. કામી રીતા શેરપાને 'એવરેસ્ટ મેન' તરીકે પણ ઓળખવામાં આવે છે. 54-વર્ષીય શેરપા પર્વતારોહક અને માર્ગદર્શકે ગયા વસંતઋતુમાં એક સપ્તાહની અંદર બે વાર 8,848.86-મીટર ઊંચા શિખર પર ચઢી, 28મી સમિટ માટે રેકોર્ડ બનાવ્યો.
પોતાની 29મી ચઢાણ માટે નીકળતા પહેલા શેરપાએ કહ્યું હતું કે હું સાગરમાથા પર ચઢવા જઈ રહ્યો છું, મારો બીજો કોઈ હેતુ નથી, પરંતુ મેં માત્ર પર્વતારોહણનો વ્યવસાય ચાલુ રાખ્યો છે, મેં રેકોર્ડ માટે ચઢાણ કર્યું નથી. તેણે વધુમાં કહ્યું કે આ વર્ષે હું 29મી વખત સાગરમાથા પર ચઢવા નીકળ્યો છું. મારી પાસે સાગરમાથા પર ચડવાની કોઈ ચોક્કસ સંખ્યા નથી. પર્યટન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર 'સેવન સમિટ ટ્રેક્સ' દ્વારા આયોજિત અભિયાનને માર્ગદર્શન આપતો રેકોર્ડ સેટ કરનાર આરોહી રવિવારે સવારે 7:25 વાગ્યે (NST) એવરેસ્ટના શિખર પર પહોંચ્યો હતો.