ગુરુવાર, 10 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : મંગળવાર, 13 સપ્ટેમ્બર 2022 (14:51 IST)

Taarak Mehta Ka Ooltah Chashmah - નવા તારક મેહતાની એંટ્રી થઈ, મળી ગયા નવા તારક મહેતા

Taarak Mehta Ka Ooltah Chashmah -  તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ઘણા દિવસો પહેલા શૈલેષ લોઢાએ શોને અલવિદા કહી દીધુ છે. શો છોડવાના અહેવાલો પર કોઈ પ્રતિક્રિયા નથી. આવી સ્થિતિમાં, ચાહકો મૂંઝવણમાં હતા કે શું થઈ રહ્યું છે. એક નવો પ્રોમો સામે આવ્યો છે. આ પ્રોમોમાં શોના નવા તારક મહેતાની ઝલક બતાવવામાં આવી છે અને આ પ્રોમો જોયા બાદ હવે ચાહકોની ખુશીનો પાર નથી.
 
 પ્રોડક્શન હાઉસને શૈલેષ લોઢા માટે રિપ્લેસમેન્ટ માટે નવા એક્ટરની શોધ કરવી પડી, જે તારક મહેતાની ભૂમિકા નિભાવી શકે. આ ભૂમિકા માટે એક નવું નામ સામે આવ્યું છે. 
 
એક્ટર સચિન શ્રાફ જ નવા તારક મેહતા છે. પ્રોમોમાં તારક મેહતાની ઑનસ્ક્રીન પત્ની અંજલિ મેહતા ગણપતિ પંડાલમાં એક માણસની આવાજ સાંભળે છે આ જોવાની કોશિશકરે છે કે આખરે આ કોની આવાજ છે. આખરે કોણ કરી રહ્યો છે ગણપતિ બપ્પાની આરતી જાણવા માટે જોતા રહો. Taarak Mehta Ka Ooltah Chashmah