ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: બુધવાર, 3 ઑગસ્ટ 2022 (18:45 IST)

Anjali Bhabhi Video: તારક મેહતાની... ની અંજલી ભાભીનુ એવોર્ડ્ શો માં જોવા મળ્યુ બોલ્ડ લુક, બ્લેંજરથી ઢાક્યુ શરીર

Sunayana Fozdar
Anjali Bhabhi Bold Video: ટીવીનો સૌથી પ્રખ્યાત કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah)લોકોના દિલમાં રાજ કરે છે. આનો દરેક એપિસોડ લોકોને ખૂબ હસાવે છે, તેથી જ લોકો આ શોના દરેક પાત્રને ઘણો પ્રેમ આપે છે. પરંતુ શોમાં સંસ્કારી દેખાતી ઘણી અભિનેત્રીઓ વાસ્તવિક જીવનમાં ઘણી બોલ્ડ છે અને તેમાંથી એક છે સુનયના ફોજદાર, જે અંજલિ ભાભીનું પાત્ર ભજવે છે. જી હા, સુનયના (Sunayana Fozdar). શોમાં તારક મહેતાની પત્ની બની  છે. જો કે અગાઉ તારક મહેતાની ભૂમિકા ભજવનાર શૈલેષ લોઢાએ આ શોને અલવિદા કહી દીધું છે પરંતુ સુનયના ફોજદાર હજુ પણ શોનો એક ભાગ છે અને તાજેતરમાં તેણે પોતાનો બોલ્ડ અવતાર બતાવ્યો છે.
સુનયનાનુ બોલ્ડ લુક 
 
સુનયના ફોજદાર (Sunayana Fozdar) એ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેયર કર્યો છે. આ વીડિયોમાં તે ખૂબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે. તેણે ગોલ્ડન કલરની પેંટ સૂટ પહેરેલુ છે. એક્ટ્રેસે તેનુ લુક એકદમ બોલ્ડ બનાવ્યુ છે અને બ્લેઝરની અંદર એવું લાગે છે કે તેણે કંઈ પહેર્યું નથી. અભિનેત્રીએ સ્ટેટમેન્ટ નેક પીસ પહેર્યો છે અને તેના વાળ ખુલ્લા રાખ્યા છે. સુનૈનાએ તેના લુકને સિલ્વર હાઈ હીલ્સ સાથે જોડી દીધો હતો. સુનયનાનો આ લુક તેના ફેન્સને ઘણો પસંદ આવી રહ્યો છે. અભિનેત્રીના વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે તે ઈન્ડિયા ઈન્ટરનેશનલ ઈન્ફ્લુએન્સર એવોર્ડ્સમાં પહોંચી ગઈ છે.
ખૂબ જ હોટ છે સુનયના
સુનયના ફોજદાર આ શોમાં એક સામાન્ય ગૃહિણીની ભૂમિકા ભજવી રહી છે, જેનું મહત્વનું કામ તેના પતિના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનુ છે, પરંતુ વાસ્તવિક જીવનમાં સુનયના એકદમ બોલ્ડ અને દિલકશ છે. સુનયા ફોજદારનું સોશિયલ મીડિયા તેના હોટ ફોટાઓથી ભરેલું છે. અભિનેત્રી ખૂબ જ એક્ટિવ છે અને તેથી જ તે દરરોજ પોતાના વીડિયો શેર કરતી રહે છે, જેને ફેંસ ખૂબ પસંદ કરે છે.
 
એક દિવસની કમાણી 
ઉલ્લેખનીય છે કે  શોના તમામ કલાકારોની જેમ સુનૈનાને પણ દરેક એપિસોડ માટે તગડી ફી ચૂકવવામાં આવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અંજલિના રોલ માટે સુનયના ફોજદારને રોજના 25 હજાર રૂપિયા મળે છે. સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતી સુનયના ફોજદાર પાસે કરોડોની સંપત્તિ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સુનૈનાની પાસે લગભગ 19 કરોડની સંપત્તિ છે.