ગુરુવાર, 6 નવેમ્બર 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : ગુરુવાર, 9 જૂન 2022 (09:37 IST)

Taarak Mehta Ka Ooltah Chashmah માં ફરીથી દયાબેનની એન્ટ્રી થશે, પણ શોના કટ્ટર ચાહકો નિરાશ થશે!

Taarak Mehta Ka Ooltah Chashmah
Dayaben Returns: જ્યારથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં (Taarak Mehta Ka Ooltah Chashmah)દયાબેન (Dayaden) ની ઝલક દેખાઈ છે ત્યારથી ફેંસ તેના દિવાના થઈ ગયા છે. લોકો રાહ જોઈ રહ્યા છે કે ક્યારે દયાબેન તેમના જેઠાલાલ પાસે પાછા આવશે. ત્યારે ગોકુલધામમાં દયાબેનના ગરબા ક્યારે જોવા મળશે. પરંતુ હવે લાગે છે કે ચાહકોની રાહનો અંત આવવાનો છે, તે પણ ટ્વિસ્ટ સાથે.
 
દયાબેન પરત ફરશે
દયાબેન પરત ફરશે
કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' લાંબા સમયથી દયાબેનની ગેરહાજરીમાં ચાલી રહ્યો હતો. ચાહકો રાહ જોઈ રહ્યા હતા કે દયાબેન (Dayaden)  ક્યારે પાછા આવશે પરંતુ હવે બધાની રાહ પૂરી થવા જઈ રહી છે. પરંતુ જો તમે દિશા વાકાણી (Disha vakani) ના કટ્ટર ફેન છો, તો આ તમારા માટે ખરાબ સમાચાર હોઈ શકે છે, કારણ કે દિશા વાકાણી શોમાં વાપસી નથી કરી રહી, પરંતુ તેનું સ્થાન નવી દયાબેન લેશે.