ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: હાપુડ. , શનિવાર, 3 માર્ચ 2018 (10:32 IST)

યૂપીના હાપુડ ટ્રેન સાથે અથડાઈ ટ્રક, ડ્રાઈવરનું મોત બેદરકારીમાં ગેટમેન સસ્પેંડ

દિલ્હી પાસે આવેલ ઉત્તર પ્રદેશના હાપુડ જીલ્લામાં ચાલુ ટ્રેન સાથે ટ્રક અથડાઈ ગઈ. જેને કારણે ટ્રકના ચીંથરા ઉડી ગયા. દુર્ઘટનામાં એક ટ્રેન ડ્રાઈવરનુ મોત  થઈ ગયુ. જ્યારે કે ટ્રેનમા હાજર બીજા ડ્રાઈવરની હાલત ગંભીર બતાવાય રહી છે.  જેની સારવાર ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી છે.  બીજી બાજુ દુર્ઘટના પછી ટ્રકનો ડ્રાઈવર ગાયબ છે. 
 
મળતી માહિતી મુજબ આ દુર્ઘટના પિલખુવામાં પરતાપુર રેલવે ફાટક સંખ્યા 85 પર થઈ. જ્યા ટ્રેન પસાર થવા દરમિયાન ફાટક ખુલ્લો હતો. ટ્રક ટ્રેક પર આવી ગઈ અને એ દરમિયાન ત્યા આવી રહેલ ટ્રેન સાથે તેની જોરદાર ટક્કર થઈ. આ દુર્ઘટનામાં ટ્રકના ચીંથરે ચીંથરા ઉડી ગયા ટ્રેનના એંજિનને પણ ઘણુ નુકશાન પહોંચ્યુ છે. 
 
રેલ અને ટ્રકની ટક્કરથી ટ્રેનના ડ્રાઈવર અને સહાયક ડ્રાઈવર એંજિનમાં ફસાય ગયા. બંનેને કાઢવા માટે ક્રેન જેસીબી, ગૈસ કટકરની મદદ લેવામાં આવી. ત્યારબાદ બંનેને ટ્રેનના એંજિનમાંથી કાઢવામાં આવ્યા.  ટ્રેન દુર્ઘટનાની સૂચના મળતા જ રેલવે વિભાગના અધિકારી ઘટના સ્થળ પર પહોંચી ગયા અને દુર્ઘટનાની તપાસમાં પોલીસ લાગી ગઈ.  ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસ પહેલા પિલખુવા સદ્દીકપુરા પાસે જ ટ્રેનની ચપેટમાં આવવાથી 6 યુવકોના મોત થયા હતા.