બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી , શનિવાર, 17 ફેબ્રુઆરી 2018 (12:37 IST)

યૂપીએ સરકાર આ કૌભાંડ રોકી શકતી હતી - પીએનબીના પૂર્વ નિદેશક

. પંજાબ નેશનલ બેંકના પૂર્વ નિદેશક દિનેશ દુબે એ કહ્યુ છે કે કોંગ્રેસની આગેવાનીમા ચાલી રહેલ કેન્દ્રમાં યૂપીએની સરકાર ઈચ્છતી તો પોતાના શાસનકાળમાં આ 11300 કરોડ કૌભાંડને રોકી શકતો હતો. તેમણે કહ્યુ કે પીએનબી કૌભાંડને લઈને જે કંપનીઓની સીબીઆઈ તપાસ કરી રહી છે.  તેમાથી એક ગીતાંજલિ જેમ્સને લઈને મેં યૂપીએ સરકાર સમયે સવાલ ઉઠાવ્યા હતા. દિનેશ દુબેએ મોટી ચોખવટ કરતા કહ્યુ મે વર્ષ 2013માં ગીતાંજલિ જેમ્સને લોન આપવાનો નિર્ણય પર ચતાવતા કેન્દ્ર સરકાર અને સીબીઆઈને પત્ર લખ્યો હતો. પણ કોઈ ફાયદો ન થયો.  મને આદેશ આપવામાં આવ્યો કે આ લોન પાસ થવાની છે. મારા પર દબાવ નાખવામાં આવી રહ્યો હતો જ્યારબાદ મે રાજીનામુ આપી દીધુ. 
 
મળતી માહિતી મુજબ આ ચિઠ્ઠીમાં દિનેશ દુબેએ લખ્યુ હતુ કે પહેલા ગીતાંજલિ જેમ્સને 1500 કરોડ રૂપિયા પરત કરવા જોઈએ ત્યારે લોન પાસ કરી શકાય છે. ઉલ્લેખનીય છે કે ગીતાંજલિ સમૂહના પ્રમોટર મેહુલ ચોક્સી નીરવ મોદીના સંબંધી છે. 
 
પીએનબી કૌભાંડમાં ચારેબાજુ આલોચનાનો સામનો કરી રહેલ બીજેપી હવે દિનેશ દુબેના આ ખુલાસાને આધાર માનીને જોરશોરથી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધી રહી છે. બીજેપી તરફથી કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યુ 'રાહુલ ગાંધીએ 13 સપ્ટેમ્બર 2013 ને દિલ્હી સ્થિત ગીતાંજલિ જેમ્સની એક કાર્યશાળામાં હાજરી આપી હતી અને ત્યારબાદ એક દિવસ મતલબ 14 સપ્ટેમ્બરના રોજ લોન મમાલે ઈલાહાબાદ બેંક સાથે બેઠક થઈ અને એક વધુ બેઠક પછી 17 સપ્ટેમ્બરના રોજ કંપનીએ 1550 કરોડ રૂપિયાની લોન પાસ કરી. જાવડેકરે કહ્યુ કે વર્ષ 2013માં ઈલાહાબાદ બેંકના સ્વતંત્ર નિદેશક દિનેશ દુબે દ્વારા આ મામલે ફરિયાદ કરવા છતા ગીતાંજલિ જેમ્સને લોન આપી દીધી.