ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 21 ડિસેમ્બર 2017 (11:19 IST)

યૂપી સીએમ યોગી આદિત્યનાથ આ ખતરનાક અંધવિશ્વાસ તોડવા આજે જશે નોએડા

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ લાંબા સમયથી ચાલી આવેલ એક અંધવિશ્વાસને તોડવા જઈ રહ્યા છે. આ માટે તેઓ 25 ડિસેમ્બરના રોજ નોએડાનો પ્રવાસ કરશે. ઉલ્લેખનીય છે કે અંધવિશ્વાસ છે કે જો ઉત્તર પ્રદેશનો કોઈ મુખ્યમંત્રી પોતાના કાર્યકાળ દરમિયાન નોએડાનો પ્રવાસ અક્રી શકે છે તો તેને ખુરશી ગુમાવવી પડે છે. જેને કારણે અખિલેશ યાદવ અને અંતિમ વાર મુખ્યમંત્રી રહેનારી માયાવતીએ અહી પ્રવાસ કરવાનુ ટાળ્યુ હતુ. 
 
યોગી પહેલા અખિલેશ યાદવ સતત પાંચ વર્ષ યૂપીના મુખ્યમંત્રી રહ્યા પરંતુ એક પણ વખત તેઓ નોઈડા ગયા નથી. જ્યારે પણ પ્રશ્ન થયો ત્યારે અખિલેશ એવું કહેતા કે એક દિવસે જરૂર જઈશ પણ તે દિવસ આવ્યો નથી.
 
અખિલેશ પહેલા માયાવતી યૂપીના મુખ્યમંત્રી હતા. માયાવતી કોઈ અંધવિશ્વાસમાં નથી માનતા અને તેના ભરોસે તે અનેક વખત નોઈડા ગયા હતા પરંતુ 2012ની વિધાનસભા ચૂંટણીમાં બીએસપીને હારનો સામનો કરવો પડ્યો હતો. મુલાયમસિંહ યાદવ, કલ્યાણ સિંહ અને રાજનાથ સિંહ પણ ઉત્તરપ્રદેશના સીએમ રહી ચુક્યા છે પણ ક્યારેય નોઈડા જવાની હિંમત નથી કરી શક્યા.
 
વર્ષ 1988માં વીર બહાદુર સિંહ નોએડા ગયા પછી તરત સત્તા ગુમાવી બેસ્યા હતા. વર્ષ 1989માં નારાયણ દત્ત તિવારી 1995માં મુલાયમ સિંહ યાદવ 1999માં કલ્યાણ સિંહ અને 2012માં માયાવતીની સાથે પણ આવુ થઈ ચુક્યુ છે.