ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 9 મે 2018 (12:51 IST)

કર્ણાટક - જલાહલ્લીના એક ફલેટમાંથી નીકળ્યા 9 હજાર વોટર કાર્ડ, ભાજપાએ આ સીટ પર ચુટણી રદ્દ કરવાની માંગ

દક્ષિણ બેંગલુરૂની વિધાનસભા સીટ જલાહલ્લી વિસ્તારના એક ફ્લેટમાંથી મંગળવારે મોડી રાત્રે લગભગ દસ હજાર કલી વોટર આઈડી કાર્ડ જપ્ત થયા છે. આ મામલે ચૂંટણી પંચે એફઆઈઆર નોંધી છે. તેમની ટીમને  એ સ્થળ પરથી પાંચ લેપટો અને એક પ્રિંટર મળ્યુ. આ વિધાનસભા ક્ષેત્રમં 4 લાખ 35 હજાર 439 વોટર છે. મામલા સામે આવ્યા પછી ભાજપાએ આ સીટ પર ચૂંટણી રદ્દ કરવાની માંગ કરી છે. બીજી બાજુ કોંગ્રેસનો આરોપ છે કે સંબંધિત ફ્લેટ ભાજપા નેતાનો છે. 
 
બીજી બાજુ મુખ્ય ચૂંટણી અધિકારી સંજીવ કુમારે જણાવ્યું હતું કે, ફ્લેટમાંથી જપ્ત કરવામાં આવેલા મતદાન કાર્ડમાં 9746 કાર્ડ પહેલી નજરે બનાવટી હોવાનું જણાય છે. આ કાર્ડને ક્નાના પેકેટમાં રાખવામાં આવ્યાં હતાં અને તેના પર નામ અને સરનામાં નોંધાયેલા છે. આ મામલે યોગ્ય સમયે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. બેંગલુરૂ નગર નિગમ કમિશ્નર અને ત્રણ અન્યને આરોપોની પુષ્ટિ માટે મોકલી આપવામાં આવ્યા છે. આગામી 24 કલાકમાં હકીકત સામે આવશે અને ત્યાર બાદ યોગ્ય નિર્ણય લેવામાં આવશે. આ મામલે એફઆઈઆર નોંધવામાં આવી છે અને કેસની તપાસ હાથ ધરવામાં આવશ્હે. ચૂંટણી પંચ આ પ્રકરણે બારીકાઈથી નજર રાખી રહ્યું છે.
આ બનાવટી વોટર આઈડીને લઈને બંને પાર્ટી એકબીજા પર આરોપ લગાવી રહી છે. ભાજપે આરોપ લગાવ્યો હતો કે, બનાવટી વોટર કાર્ડના કારણે અન્ય રાજ્યની ચૂંટણીઓ પણ ખતરામાં પડી છે . કોંગ્રેસ લોકોનું સમર્થન ગુમાવી રહી છે. તેથી આવુ કરી રહી છે. જ્યારે કે કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે જે ફ્લેટમાંથી નકલી વોટર આઈડી મળ્યા તે ભાજપાના નેતાનો છે..
જે કંઈ ઘટ્યું તે આશ્ચર્યપમાડનારૂં છે. આ બાબત ચૂંટણી પરનો વિશ્વાસ ડગમગાવનારી છે. વોટર કાર્ટ મામલે હવે ભાજપા નેતામંજુલા નંજામુરીના પુત્ર શ્રીઘર નંજામુરીએ સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યુ કે રાકેશ તેમની માતાનો ભત્રીજો છે અને પાર્ક વ્યૂ એપાર્ટમેંટમાં આવેલ ફ્લેટ સાથે તેમને કોઈ સંબંધ નથી.