ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 16 માર્ચ 2021 (17:53 IST)

મઘ્યપ્રદેશ - ભોપાલ અને ઈંદોરમાં પણ લાગ્યો નાઈટ કરફ્યુ, 8 શહેરોમા બજારો પર રોક

ગુજરાતના કેટલાંક શહેરોમાં નાઇટ કર્ફ્યુ અને લોકડાઉન બાદ હવે મધ્ય પ્રદેશ સરકારે પણ કોરોનાના વધતા જતા કેસોને જોતા ભોપાલ અને ઈન્દોરમાં નાઇટ કર્ફ્યુ જાહેર કરી દીધો છે. આગામી ઓર્ડર સુધી 17 માર્ચથી બંને શહેરોમાં  નાઇટ કર્ફ્યુ લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત રાજ્ય સરકારે જબલપુર, ગ્વાલિયર, ઉજ્જૈન, રતલામ, બુરહાનપુર, છીંદવાડા, બેતુલ, ખાર્ગન જેવા બજારોમાં પણ કેટલાક પ્રતિબંધો લગાવી દીધા છે.
 
અહીં રાત્રે 10 વાગ્યા પછી કોઈ પણ બજાર ન ખોલવાનો આદેશ આપવામાં છે. ઉલ્લેખનીય છે કે  ગુજરાતમાં પણ અમદાવાદ, વડોદરા. સુરત અને રાજકોટમાં રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યુ લાદવામાં આવ્યો છે. મહારાષ્ટ્રમાં પણ નાગપુર, પૂના, અકોલા જેવા શહેરોમાં પહેલેથી જ પ્રતિબંધો લાગુ છે.  આ રીતે, મધ્ય ભારતનો મોટો ભાગ કોરોનાની ચપેટમાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે  દઈએ કે મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે પહેલા જ આ પ્રકારના કડક નિર્ણયો લેવાનો  સંકેત આપી દીધા હતો. રાજ્ય સરકારે કહ્યું હતું કે લોકોને સાવચેત રહેવું પડશે નહીં તો તેમને કડક પ્રતિબંધોનો સામનો કરવો પડી શકે છે. 
 
સોમવારે આવ્યા કોરોનાના 797 નવા કેસ  
 
સોમવારે મધ્યપ્રદેશમાં કોરોના વાયરસના ચેપના નવા 797 કેસ નોંધાયા છે અને આ સાથે આ વાયરસથી અત્યાર સુધી સંક્રમિત મળી કુલ લોકોની સંખ્યા 2,69,391 પર પહોંચી ગઈ છે. આજના આંકડા હજુ આવવાના બાકી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં આ રોગને કારણે વધુ ત્રણ વ્યક્તિઓના મોત નીપજ્યાં છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આ રોગથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 3,890 પર પહોંચી ગઈ છે. મધ્ય પ્રદેશ આરોગ્ય વિભાગના અધિકારીએ આ માહિતી આપી છે