શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , ગુરુવાર, 5 માર્ચ 2020 (14:47 IST)

નિર્ભયા ગેંગરેપ કેસ - દોષીઓ ને ફાંસી માટે નવુ ડેથ વોરંટ રજુ, 20 માર્ચના રોજ સવારે 5.30 વાગે થશે ફાંસી

છેવટે 7 વર્ષથી જે અન્યાય સામે નિર્ભયાના પરિવાર સાથે આખો દેશ લડી રહ્યો છે એ નિર્ભયાને ન્યાય મળવો નિશ્ચિત થઈ ગયો છે.  આજે ફરી એક નવુ ડેથ વોરટ રજુ થયુ છે જેન અમુજબ નિર્ભયાના ચારેય દોષીઓને 20 માર્ચના રોજ સવારે 5.30 મિનિટે ફાંસી પર લટકાવી દેવામાં આવશે. 
 
નિર્ભયાના દોષીઓના બધા કાયદાકીય વિકલ્પ હવે ખતમ થઈ ચુક્યા છે. રાષ્ટ્રાપિત રામનાથ કોવિંદે બુધવારે ચોથા દોષી પવન ગુપ્તાની દયા અરજી પણ રદ્દ કરી દીધી. બાકીના ત્રણ આરોપીઓની દયા અરજી પહેલા જ રદ્દ કરવામાં આવી ચુકી હતી.  ત્યારબાદ તિહાડ જેલ પ્રશાસને ફાંસીની નવી તારીખ માટે પટિયાલા હાઉસ કોર્ટ પહોંચ્યુ.  નવા ડેથ વોરંટ પર કોર્ટ ગુરૂવારે બપોરે બે વાગ્યે સુનાવણી કરશે. તિહાડ જેલ પ્રબંધકે કોર્ટને જણાવ્યુ કે નિર્ભયાના બધા દોષીઓના કાયદાકીય વિકલ્પ સમાપ્ત થઈ ચુક્યા છે. 
 
હવે કોઈ દોષીની કોઈપણ અરજી લંબિત નથી. આવામાં કોર્ટે નવુ ડેથ વોરંટ રજુ કરવુ જોઈએ.  દોષીઓની ફાંસી માટે ત્રણ વાર ડેથ વોરંટ રજુ કરવામાં આવી ચુક્યુ છે.  પણ ત્રણેયવાર તેમની ફાંસી ટળી ગઈ હતી.