1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 2 માર્ચ 2020 (16:49 IST)

નિર્ભયાના દોષીઓની આજે અંતિમ રાત, તિહાડમાં ફાસીની તૈયારી શરૂ

નિર્ભયાના દોષી પવન ગુપ્તાની સુધારાત્મક અરજી સુપ્રીમ કોર્ટમાંથી રદ્દ કર્યા પછી સોમવારે જ પટિયાલા હાઉસ કોર્ટે પવન અને અક્ષયની અરજી રદ્દ કરી નાખી. આ અરજીમાં બંને દોષીઓને ત્રણ માર્ચ સવારે છ વાગે થનારી ફાંસી પર રોક લગાવવાની અપીલ કરી હતી. જેને સત્ર ન્યાયાલયે રદ્દ કરી નકહી. કોર્ટે સ્પષ્ટ કહ્યુ કે ફાંસીની તારીખ પર રોક નહી લાગે.  
 
નિર્ભયાના દોષી પવન ગુપ્તાની સુધારાત્મક અરજી રદ્દ થયા પછી સોમવારે જ પવન અને અક્ષયની ત્રણ માર્ચ સવારે છ વાગે થનારી ફાંસી પર રોક લગાવવાની અરજી પણ રદ્દ થઈ. 
 
દોષી પવન ગુપ્તાની સુધારાત્મક અરજી સુપ્રીમ કોર્ટે રદ્દ કરી. બીજી બાજુ પટિયાલા હાઉસ કોર્ટે સ્પષ્ટ કહ્યુ કે ફાંસીની તારીખ પર ઓક નહી લાગે.  મતલબ ફાંસી મંગળવારે સવારે છ વાગ્યે થશે. 
 
પવન પાસે સુધારાત્મક અરજી દાખલ કરવાનો વિકલ્પ બ અચેલો છે. 
 
଒હવે દોષી પવન પાસે રાષ્ટ્રપતિની સમક્ષ દયા રજી દાખલ કરવાનો વિકલ્પ બચ્યો છે. અને તેને સુધારાત્મક અરજી રદ્દ થવાની સૂચના મળ્યા પછી તે અરજી પણ દાખલ કરી દીધી છે. 
 
નિર્ણય આવ્યા પછી નિર્ભયાની માએ કહ્યુ કે આ લોકો જાણી જોઈને કોર્ટને ગેરમાર્ગે દોરી રહ્યા છે. મે સાત વ અર્ષથી વધુ સમયથી આ લડાઈ લડી અને આગળ પણ લડીશ. આવતીકાલે દોષીઓને ફાંસી જરૂર થશે. 
 
સુનાવણી દરમિયાન સરકારી વકીલે કહ્યુ કે અક્ષયે 31 જાન્યુઆરીના રોજ દયા અરજી દાખલ કરી હતી. બીજા દિવસે તેણે પત્ર લખીને કહ્યુ કે અરજીમં કેટલાક દસ્તાવેજ અધૂરા છે તેથી તેઓ ફરીથી અરજી દાખલ કરવા માંગે છે. 
 
સરકારી વકીલે દલીલ આપી કે જેલ પ્રશાસને બધા દસ્તાવેજોને જમા કર્યા હતા નએ ચેક કર્યા પછી જ ત્રણ ફેબ્રુઆરીના રોજ અરજી દાખલ કરવામાં આવી.  તેમણે એ પણ દલીલ આપી કે રાષ્ટ્રપતિએ બધા પહેલુઓ પર વિચાર કર્યા પછી જ પાંચ ફેબ્રુઆરીન અરોજ તેમની દયા અરજી રદ્દ કરી હતી. 
 
તેથી અક્ષયની તરફથી કરવામાં આવેલ દસ્તાવેજ અધૂરા હોવાનો દાવો ખોટો છે. તેની પાસે ફરીથી અરજી દાખલ કરવાનો અધિકાર નહોતો. સાથે જ ફરીથી દયા અરજી દાખલ કરવાના સંબંધમાં અમને કોઈ માહિતી પણ મળી નથી. 
 
બીજી બાજુ આ દરમિયાન સુપ્રીમ કોર્ટે પવન ગુપ્તાની ક્યુરેટિવ પિટીશનને રદ્દ કરી દીધી. ત્યારબાદ જ પટિયાલા હાઉસ કોર્ટે ડેથ વોરંટ પર રોક લગાવવાની માંગ કરનારી અરજી અપ્ર નિર્ણય સુરક્ષિત રાખી લીધો હતો.