બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 17 ફેબ્રુઆરી 2022 (22:27 IST)

Noida - સ્પા સેન્ટરમાં ભીષણ આગ, મહિલા સહિત બેના મોત

નોઈડાના સેક્ટર-53ના ગીજોડ ગામમાં આશીર્વાદ કોમ્પ્લેક્સમાં જાકોજીના નામે ચાલતા સ્પા સેન્ટરમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગ લાગી તે સમયે એક મહિલા અને એક પુરૂષ હાજર હતા. આગના કારણે બંનેના મોત થયા હતા. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. અને તપાસ શરૂ કરી હતી.
 
નોઈડા પોલીસ સ્ટેશન સેક્ટર-24ના ઈન્ચાર્જ જ્ઞાન સિંહે માહિતી આપી કે આશીર્વાદ કોમ્પ્લેક્સ સેક્ટર 53માં સ્પા સેન્ટર ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં અચાનક આગ ભભૂકી ઉઠતા મહિલા સંચાલકો રાધા ચૌહાણ (26 વર્ષ) અને અરૂણ આનંદ (35 વર્ષ) જેઓ આગ લાગતા સમયે હાજર હતા તેમનું મોત નીપજ્યું હતું.