બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: શનિવાર, 30 ઑક્ટોબર 2021 (21:13 IST)

ઝેરી પાણી પીવાથી 58 ગાયોનુ મોત, નોકરીમાંથી કાઢી મુકતા આ રીતે ગુસ્સો ઉતાર્યો

પોલીસે નોએડાના સૂરજપુર વિસ્તાર હેઠળના ખોડના ખુર્દ ગામમાં રહેતા એક વ્યક્તિની 58 ગાયોને ઝેર આપીને મારનારા આરોપીની પોલીસે ધરપકડ કરી છે. આરોપી પીડિતાને ત્યા પહેલા નોકરી કરતો હતો. નોકરીમાંથી કાઢી મુકવાને કારણે તેણે ગાયને ઝેર આપીને મારી નાખી. એક પોલીસ અધિકારીએ આ માહિતી આપી.
 
પોલીસ કમિશનર આલોક સિંહના પ્રવક્તાએ જણાવ્યું કે ખોડના ખુર્દ ગામમાં રહેતા ઓમવીર નાગરની ડેરી છે, જ્યાં તેમણે ગાયોને પાળી રાખી છે. તેમણે જણાવ્યું કે ઓમવીર નગરની 58 ગાયો 5 દિવસમાં શંકાસ્પદ હાલતમાં મૃત્યુ પામી. તેણે આ મામલે પોલીસમાં ફરિયાદ કરી હતી. જ્યારે પોલીસે પશુ ચિકિત્સકોની ટીમને બોલાવી તપાસ કરી તો જાણવા મળ્યું કે ઝેર પીવાથી ગાયોના મોત થયા છે.
 
પ્રવક્તાએ કહ્યું કે આ મામલાની તપાસ કરી રહેલી પોલીસે શનિવારે ઓમવીર નગરના જૂના નોકર ધર્મેન્દ્રની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન પોલીસને ખબર પડી કે ધર્મેન્દ્રને નશાની લત હતી, જેના કારણે તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. આ વાતથી ગુસ્સે થઈને તેણે ગાયોની પાણી પીવાના હોજમાં ઝેર ભેળવી દીધું જે ગાયોને પીવડાવ્યું, જેના કારણે તે ઝેરી પાણી પીવાથી બધી ગાય ધીરે ધીરે મરી ગઈ.