1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: સોમવાર, 25 ઑક્ટોબર 2021 (22:43 IST)

મહિલાએ ટીચરે કારમાં પોતાના જ વિદ્યાર્થી સાથે બનાવ્યા સંબંધ, આ રીતે ખુલી પોલ

શિક્ષકનો વ્યવસાય ખૂબ જ ઉચ્ચ મૂલ્યવાન હોય છે. પરંતુ કેટલીકવાર કેટલીક એવી ઘટનાઓ બની જાય છે જે  આ વ્યવસાયની મજાક પણ ઉડાવે છે. આવો જ એક કિસ્સો અમેરિકાથી સામે આવ્યો છે જ્યાં એક મહિલા શિક્ષકને પોતાના જ એક વિદ્યાર્થી સાથે શારીરિક સંબંધ બનાવવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. આ બધું ત્યારે થયું જ્યારે શિક્ષકે વિદ્યાર્થીને પોતાની કારમાં બેસાડ્યો.
 
હકીકતમાં આ ઘટના અમેરિકાના ફ્લોરિડાની એક ખૂબ જ મોંઘી શાળાની છે. 'ડેલી બીસ્ટ'ની  એક ઓનલાઈન રિપોર્ટ અનુસાર, આ જ સ્કૂલના એક શિક્ષક પર આરોપ લાગ્યો છે કે તેમણે પોતાના જ શાળાના એક સગીર વિદ્યાર્થી સાથે પોતાની કારમાં યૌન સંબંધ બનાવ્યો, જ્યારે આ વાતનો ખુલાસો થયો, ત્યારે વિદ્યાર્થીએ આ વાત સ્વીકારી લીધી, ત્યારબાદ શિક્ષકની તાજેતરમાં જ ધરપકડ કરવામાં આવી.
 
આટલું જ નહીં  આ વાતનો પણ ખુલાસો પણ આશ્ચર્યજનક રીતે થયો. 38 વર્ષીય મહિલા શિક્ષિકાના મોબાઈલમાંથી વિદ્યાર્થીનીની ઘણી વાંધાજનક તસવીરો અને વીડિયો મળ્યા બાદ શાળા વહીવટીતંત્ર એક્શનમાં આવી ગયું. જાણવા મળ્યું કે બંનેએ પહેલીવાર ઇન્સ્ટાગ્રામ દ્વારા વાત કરવાનું શરૂ કર્યું અને પછી ધીમે ધીમે બંનેની વાતચીત થવા માંડી. 
 
રિપોર્ટમાં એ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ઓગસ્ટની શરૂઆતમાં શિક્ષકે વિદ્યાર્થીને કારમાં બેસાડ્યો અને કારમાં જ  ફોટા પણ પાડ્યા. આ દરમિયાન બંનેયે સંબંધ બનાવ્યો. મહિલાના મોબાઈલમાંથી વાંધાજનક ફોટા  મળ્યા બાદ પોલીસે સોમવારે મહિલા શિક્ષકની ધરપકડ કરી હતી.
 
પોલીસે એ પણ જણાવ્યું છે કે આ મહિલા શિક્ષિકા અન્ય ઘણા વિદ્યાર્થીઓ સાથે ફોન પર વાત કરતી હતી અને તેમને મેસેજ કરતી હતી. હાલમાં મહિલા શિક્ષક વિરૂદ્ધ યૌન શોષણનો કેસ નોંધવામાં આવ્યો છે. શાળાએ મહિલા શિક્ષિકા પર પણ કાર્યવાહી કરી તેને શાળામાંથી કાઢી મુકી છે.