બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Updated : સોમવાર, 25 ઑક્ટોબર 2021 (17:51 IST)

પોતાનાથી 13 વર્ષ નાના રિક્ષાવાળા પર આવ્યુ કરોડપતિ પત્નીનુ દિલ, 47 લાખ રૂપિયા લઈને ભાગી ગઈ

ઈંદોરમાં એક પ્રોપર્ટી બ્રોકરની પત્નીનું દિલ ઉમંરમાં તેનાથી 13 વર્ષ નાના ઓટો ડ્રાઈવર પર આવ્યુ. તે 4 દિવસ પહેલા ઘરેથી 47 લાખ રૂપિયા લઈને ઓટો ડ્રાઈવર સાથે ભાગી ગઈ હતી. તેણે 34 લાખ રૂપિયા  ઓટો ડ્રાઈવરના બે મિત્રોને આપી દીધા. .
 
પોલીસે રિતેશ ઠાકુર અને ફુરકાન પાસેથી 34 લાખ રૂપિયા રિકવર કર્યા છે, પરંતુ મહિલા અને તેના પ્રેમીનો હજુ સુધી પત્તો લાગ્યો નથી. મહિલાની ઉંમર 45  વર્ષ છે જ્યારે કે ઓટો ચાલકની ઉંમર 32 વર્ષ છે. બે દિવસ પહેલા પ્રોપર્ટી બ્રોકરે ઘરમાંથી 47 લાખની ચોરીની ફરિયાદ કરી હતી. બાદમાં તેણે પોલીસને પોતાની પત્નીની કરતૂત જણાવી. 
 
પ્રેમી સાથે ફરાર થયેલી મહિલા ઈન્દોરની હાજી કોલોનીની રહેવાસી છે, શરૂઆતમાં પોલીસ આ કેસને લવ ટ્રાયંગલના રૂપમાં તપાસ કરી રહી હતી. પરંતુ હવે જ્યારે મહિલાના પ્રેમીના બે મિત્રો પાસેથી કેશ પકડાઈ તો આ મામલાએ તૂલ પકડી લીધુ છે. પરિવારનું કહેવું છે કે મહિલા પાસે જ તિજોરીની ચાવી રહેતી હતી. 
 
જાવરા, રતલામ, ઉજ્જૈનમાં રેડ 
 
.પ્રેમી સાથે ફરાર થયેલી મહિલા ઈન્દોરની હાજી કોલોનીની રહેવાસી છે. પતિ પાસે કરોડો રૂપિયાની જમીન છે. મહિલા પણ સારા પરિવારમાંથી છે. ઓટો ડ્રાઈવરનું નામ ઈમરાન જણાવવામાં આવી રહ્યું છે બંનેની શોધમાં પોલીસ ટીમે જાવરા, રતલામ અને ઉજ્જૈનમાં દરોડા પાડ્યા છે.
 
જાવરામાં લોકેશન, પરંતુ બંને હજુ મળ્યા નથે એ
 
પોલીસમાં ફરિયાદ દરમિયાન પતિએ જણાવ્યું હતું કે પત્ની જાણ કર્યા વગર ઘરમાંથી ગુમ થઈ ગઈ હતી. મોબાઈલ પણ બંધ બતાવી રહ્યો છે. બાદમાં જાણવા મળ્યું કે તેણીનું ઓટો ડ્રાઈવર સાથે અફેર હતું. તે તેની સાથે કેશ લઈને ભાગી ગઈ હતી. બંનેનું લોકેશન જાવરામાં મળ્યું હતું. પોલીસની ટીમ ત્યાં ગઈ, પણ હજુ સુધી કોઈ પત્તો મળ્યો નથી.