1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: શનિવાર, 16 ઑક્ટોબર 2021 (11:29 IST)

પત્નીએ પ્રેમી સાથે મળીને દૂધમાં ઉંઘની દવા પીવડાવી પતિને મોતને ઘાટ ઉતાર્યો, પત્ની અને પ્રેમીની ધરપકડ

વસ્ત્રાલમાં રહેનાર પાટીદાર વેપારીની પત્ની અને તેના પ્રેમીએ વેપારીની હત્યા કર્યા બાદ કેસ રફેદફે કરવામાં આવ્યો હતો. ફિલ્મી સ્ટાઇલમાં પરણિતા અને તેના પ્રેમીએ હત્યાનું કાવતરું રચ્યું હતું. પરંતુ ક્રાઇમ બ્રાંચને આશંકા જતાં તેમણે સંપૂર્ણ હત્યાનો ભેદ ખોલવામાં સફળતા પ્રાપ્ત કરી આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આરોપીઓએ ક્રૂરતાપૂર્વક વેપારીઓની હત્યા કર્યા બાદ તેના તેના જ રૂમમાં આખી રાત તેની સાથે રહ્યા હતા. 
 
વસ્ત્રાલ વિસ્તાર સ્થિત મંગળ જ્યોત સોસાયટીમાં બિપિનચંદ્ર પટેલ (37) ના લગ્ન દિપ્તીબેન સાથે થયા હતા. એક દિવસ દિપ્તીબેનએ 108 ને ફોન કરીને કહ્યું કે તેના પતિને એટેક આવ્યો હતો એટલા માટે તેમને તાત્કાલિક હોસ્પિટલ જવું પડ્યું. 
 
હોસ્પિટલ લઇ ગયા બાદ ડોક્ટરોએ મૃત જાહેર કરી દીધા અને બિપિનના અંતિમ સંસ્કાર પણ કરી દીધા. આ કેસ પહેલાં સામાન્ય લાગતો હતો પરંતુ દિપ્તી અને સૌરભ વચ્ચે સંબંધોને લઇને લોકોને શંકા ગઇ કારણ કે સૌરભ દિપ્તીથી ઉંમરમાં નાનો હતો. બિપીનના મોત બાદ બંને સાર્વજનિક રૂપથી મળતા હતા. 
 
વેપારીના મોતની શંકા ક્રાઇમ બાંચને જતાં તેમણે તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન પોલીસે સૌરભ સુથાર અને દિપ્તી વચ્ચે કનેક્શન તપાસ્યું અને અવૈધ સંબંધો વિશે જાણવા મળતાં બંનેની ધરપકડ કરી લેવામાં આવી. ત્યારબાદ સૌરભ સાથે કામ કરનાર જતીન પંડ્યા સાથે પૂછપરછમાં ખુલાસો થયો કે બિપીનની હત્યા માટે તેને જતીન સાથે ઉંઘની ગોળી લીધી હતી. 
 
જતીનની પત્ની મહેમદાવાદની હોસ્પિટલમાં નોકરી કરી હતી. જ્યાંથી ઉંઘની ગોળી પ્રાપ્ત કર્યા બાદ દિપ્તીએ દૂધમાં ગોળી મિક્સ કરીને પિવડાવી અને સૌરભને ઘરે બોલાવીને બિપીનને માસ્ક પહેરાવ્યું અને મોંઢા પર સેલોટેપ લગાવીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. હત્યા બાદ આખીરાત સૌરભ દિપ્તીના ઘરે જ રોકાયો હતો અને કુદરતી મોતની યોજના બનાવી.