બુધવાર, 4 ઑક્ટોબર 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 31 મે 2021 (13:06 IST)

અમદાવાદમાં પાડોશમાં રહેતા યુવકે કપડાં કાઢીને ભાભી તમે મને બહુ ગમો છો કહીને પરિણીતાને બાથમાં ભરી લીધી

અમદાવાદમાં શારીરિક છેડછાડના બનાવો વધી રહ્યાં છે. શહેરના વાસણા વિસ્તારમાં રહેતી પરિણીતા કપડાં ધોઈ રહી હતી. આ દરમિયાન પાડોશમાં રહેતો યુવક ઘરમાં ઘુસી ગયો અને પોતાના કપડાં કાઢીને પરિણીતાને કહેવા લાગ્યો કે ભાભી તમે મને બહુ ગમો છો. તેની આ હરકતથી પરિણીતા કંઈ બોલે તે પહેલાં જ તેને ખેંચીને યુવકે પકડી લીધી હતી. પરિણીતાએ યુવકની આ કરતૂતને કારણે ચીસો પાડવાનું શરુ કર્યું હતું. ચીસો સાંભળીને આસપાસના લોકો ત્યાં ભેગા થઈ ગયાં હતાં અને ભાગવાનો પ્રયાસ કરતાં યવકને ઝડપી લીધો હતો. હાલમાં વાસણા પોલીસે યુવકની અટકાયત કરીને તેની સામે કાર્યવાહી શરુ કરી છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે શહેરના વાસણા વિસ્તારમાં સ્થિત ગુપ્તાનગરમાં રહેતી 35 વર્ષની નેહા ( નામ બદલ્યું છે) તેના પતિ તથા બાળકો સાથે રહે છે. નેહાના પતિ નારણપુરા ખાતે નોકરી કરે છે. રવિવારના રોજ સાંજે આ નેહા પોતના ઘરમાં ઉપરના રૂમમાં હતી અને કપડાં ધોતી હતી. તે દરમિયાન ત્યાં રહેતો દિપક નામનો શખ્સ નીચે ઉભો હતો. આ દિપક અવારનવાર નેહાના ઘરની સામે જોતો હતો. જેથી પરિણીતાએ તેમની પાડોશમાં રહેતી એક મહિલાને બોલાવી ને કહ્યું હતું કે તમે મારા ઘરે આવો, જેથી પાડોશી મહિલા આ પરિણીતાના ઘરમાં વસ્તુ મુકવા જતા દિપક નામનો શખ્સ એકદમ પરિણીતાના ઘરમાં ઘુસી આવ્યો હતો. નેહા ઘરકામ કરતી હતી ત્યાં ઉપરના રૂમમાં આવીને તેનો હાથ પકડીને પોતાની બાજુ ખેંચવા લાગ્યો હતો. આ શખ્સે તેનો ચડ્ડો કાઢી નાખી પરિણીતાને કહેવા લાગ્યો હતો કે ભાભી અહીંયા આવો અને તેને બાથમાં ભરીને તેને નીચે સુવડાવવાની કોશિશ કરતો હતો. જોકે પરિણીતાએ બૂમાબૂમ કરતા પાડોશમાં રહેતા મહિલાનો દીકરો તથા આસપાસના લોકો આવી ગયા હતા અને દીપકને પકડી લીધો હતો. તેમણે પરિણીતાને છોડાવી મકાનની નીચે લઈ ગયા હતા. સમગ્ર બાબતને લઈને પોલીસને ફોન કરતા વાસણા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિણીતાની ફરિયાદ નોંધી આરોપીની અટકાયત કરી છે.