શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , સોમવાર, 19 ડિસેમ્બર 2016 (10:36 IST)

સંસદ પછી હવે રસ્તા પર સામસામે આવશે રાહુલ અને પીએમ મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજે યૂપીમાં રેલીઓને સંબ્ધિત કરવાના છે. સંસદનું  શીતકાલીન સત્ર ધોવાય ગયા પછી આવુ પ્રથમ વાર હશે જ્યારે આ લડાઈ રસ્તા પર જોવા મળશે. પ્રધાનમંત્રી મોદીની રેલી કાનપુરમાં છે. જ્યારેકે રાહુલ જૉનપુરમાં લોકોને સંબોધિત કરશે. 
 
એવુ કહેવાય રહ્યુ છે કે મોદી એક બાજુ નોટબંધીના ફાયદા ગણાવતા ભાજપા માટે લોકોના મનમાં પ્રેમ જગાડશે તો બીજી બાજુ રાહુલ જનતાને એ બતાવી રહ્યા હશે કે આ તાનાશાહી ભરેલ નિર્ણયથી આમ જનતાને કેટલુ દુખ ઉઠાવવુ પડી રહ્યો છે. 
 
 આ અગાઉ બહરાઈચમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રેલીનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. ખરાબ ઋતુને કારણે પ્રધાનમંત્રી રેલીમાં ન પહોંચી શક્યા અને મોબાઈલથી જ રેલીને સંબોધિત કરી. તેના પર બસપા સુપ્રીમો માયાવતીએ વ્યંગ્ય કર્યો કે બીજેપી પૈસા આપીને ભીડ એકત્ર કરે છે. માયાવતીએ કહ્યુ કે તેમની આજની રેલી પણ પહેલા જેવી જ ફ્લોપ રહી છે.   પાર્ટીના લોકો ટિકિટ મેળવવાની આશામાં ભીડ એકત્ર કરી રહ્યા છે. ભાજપા અધ્યક્ષ અમિત શાહે પણ એ ક્ષેત્રમાં સખત રેલીઓનું આયોજન કરી રહ્યા છે. 
 
રાહુલ ગાંધીએ સરકાર વિરુદ્ધ નોટબંધીને લઈને મોરચો ખોલી રાખ્યો છે. કોંગ્રેસે નિર્ણય કર્યો છે કે નોટબંધી વિરુદ્ધ આખા દેશમાં પ્રદર્શન કરશે. ઉત્તર પ્રદેશમાં ચૂંટણીની સરગરમી માથે ચઢીને બોલી રહી છે. કારણ કે બધા દળો માટે આ રાજ્ય ખૂબ મહત્વપૂર્ણ છે.