સોમવાર, 25 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 27 એપ્રિલ 2023 (11:31 IST)

Notice To Bournvita : બાળકો માટે ખતરનાક છે હેલ્થ ડ્રિંકનુ મિક્સચર, બોર્નવિટાને મળી નોટિસ, થઈ શકે છે કાર્યવાહી

notice to bournvita
Notice To Bournvita: રાષ્ટ્રીય બાળ આયોગે બાળકોના હેલ્થ ડ્રિંક બોર્નવીટાને નોટિસ આપી છે. નોટિસમાં બોર્નવિટાને બતાવ્યુ છે કે બાળ આયોગને ફરિયાદ મળી છે કે તેમા ખાંડ ઉપરાંત જે મિક્સચ ર ફોર્મૂલા છે તે બાળકો માટે ખતર નાક સાબિત થઈ શકે છે. 
 
રાષ્ટ્રીય બાળ આયોગે બોર્નવીટા બનાવનારી કંપનીને નોટિસ આપીને બધી મિસલીડિંગ જાહેરાત, ભ્રામક, ગેરમાર્ગે દોરનારી માહિતી અને પેકેજિંગ મટેરિયલ પર કરવામાં આવેલ દાવાને તરત જ હટાવી લેવા માટે કહ્યુ છે. આયોગે સાત દિવસની અંદર વિસ્તૃત માહિતી બાળ આયોગને મેલ કરીને કે પોસ્ટ દ્વારા મોકલવાનો આદેશ આપ્યો છે. 
 
કાર્યવાહીની ચેતાવણી 
 
રાષ્ટ્રીય બાલ આયોગે બોર્નવીટાની ફરિયાદ FSSAI અને ગ્રાહક મામલાના મુખ્યાયુક્તને પણ આગળની કાર્યવાહી માટે મોકલી છે. રાષ્ટ્રીય બાળ આયોગના અધ્યક્ષ પ્રિયાંક કાનૂનગોની તરફથી બોર્નવીટાને મોકલવામાં આવેલ નોટિસમાં લખ્યુ છે કે ફરિયાદીને ધ્યાનમા રાખતા આયોગ સીઆરપીસી અધિનિયમ 2005ની ધારા 13 હેઠળ પોતાની શક્તિઓનો પ્રયોગ કરતા કાર્યવાહી કરશે.  એ જોવાનુ રહેશે કે આ નોટિસ પછી બોર્નવીટાનુ આગલુ પગલુ શુ રહે છે એ જોવાનુ છે.  તે જોવા માંગે છે કે શુ બોર્નવીટા, જાહેરાત અને ભ્રામક માહિતી હટાવે છે કે નહી.