શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી. , બુધવાર, 26 એપ્રિલ 2023 (13:41 IST)

કેજરીવાલના બંગલાને ચમકાવવા ખર્ચ થયા 45 કરોડ, 8-8 લાખના લગાવ્યા પડદા

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સરકારી બંગલાનુ સુંદરીકરણ કરવામાં  44 કરોડ 78 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે. એક પ્રાઈવેટ ન્યુઝ ચેનલના ઓપરેશન શીશ મહેલ દ્વારા આનો ખુલાસો થયો છે. આ ઓપરેશનમાં આ જાણ થઈ છે કે સીએમ રહેઠાણમાં 8-8 લાખ રૂપિયાનો એક પડદો લગાવ્યો છે. સીએમ હાઉસમાં લાગેલા પડદા પર કુલ એક કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. કુલ 23 પડદાનો ઓર્ડર આપવામાં આવ્યો. દિલ્હી બીજેપીએ તેને લઈને સવાલ ઉભા કર્યા છે. 
 
સીએમ કેજરીવાલ ના સરકારી રહેઠાણ પર જે માર્બલ લગાવાયો છે તેને વિયેતનામથી મંગાવ્યો હતો. આ ડિયોર પર્લ માર્બલની કિમંત એક કરોડ 15 લાખ રૂપિયા છે. આ માર્બલની ફિટિંગ પણ અલગ રીતે કરવામાં આવે છે.  ચેનલ પર આ ઓપરેશનને બત્યાવા બાદ જ્યારે સમાજસેવી અન્ના હજારે ને સવાલ કરવામાં આવ્યો તો તેમણે કશુ પણ કહેવાની ના પાડી દીધી. 
 
બીજેપી પ્રવક્તા તેજિન્દર પાલ સિંહ બગ્ગાએ ટ્વીટ કર્યું કે દિલ્હીના લોકો ઓક્સિજનના અભાવે મરી રહ્યા છે અને કેજરીવાલ દિલ્હીના લોકો પાસેથી 45 કરોડ રૂપિયાથી તેમના મહેલનું નવીનીકરણ કરાવી રહ્યા છે. જે મહેલમાં 8 લાખમાં 23 પડદા લગાવવામાં આવ્યા હતા.
 
દિલ્હી બીજેપી સાંસદ ગૌતમ ગંભીરે કહ્યું કે તેઓ (કેજરીવાલ) કોરોનાના સમયે તેમના ઘરનું નવીનીકરણ કરાવી રહ્યા હતા. તે પોતાના બંગલાને 45 કરોડ રૂપિયામાં પોલીશ કરતો હતો. તેમને દિલ્હીની જનતા સાથે કોઈ લેવાદેવા નથી. દિલ્હી બીજેપી અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ કહ્યું કે પોતાને સામાન્ય માણસ ગણાવતા અરવિંદ કેજરીવાલે પોતાના ઘરના રિનોવેશનના નામે જનતાના 44.78 કરોડ રૂપિયા વેડફ્યા. અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીને શરમ આવવી જોઈએ. આવા સામાન્ય માણસને દિલ્હીના મુખ્યમંત્રી તરીકે ચાલુ રહેવાનો કોઈ અધિકાર નથી.
 
AAP સાંસદ અને પાર્ટીના પ્રવક્તા રાઘવ ચડ્ઢા એ કહ્યુ કે જે ઘરમાં કેજરીવાલ રહે છે તે 1942માં બન્યુ હતુ. ઘરની અંદરથી લઈને બેડરૂમ સુધીની છત પરથી પાણી ટપકતુ હતુ. લોક નિર્માણ વિભાગ (PWD)એ ઓડિટ કર્યુ. આ બંગલો પ્રાઈવેટ તો નથી. એક સરકારી બંગલો છે.  અન્ય સીએમ અને પીએમ સાથે પણ સરખામણી થવી જોઈએ. સીએમ શિવરાજના આવાસ પર 20 કરોડ રૂપિયાનો ચૂનો લગાવવામાં આવ્યો. PM મોદીનું આવાસ બની રહ્યું છે, જેનો અંદાજિત ખર્ચ 500 કરોડ છે. આ રકમ બમણી અથવા તેનાથી વધુ હોઈ શકે છે.