સોમવાર, 15 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 3 ઑક્ટોબર 2022 (18:36 IST)

હવે મહારાષ્ટ્રમાં ગરબા રમી ર હેલ 35 વર્ષીય યુવકનુ મોત, પુત્રને હોસ્પિટલ લઈ જનારા પિતાએ પણ દમ તોડ્યો

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાંથી એક ખૂબ જ દુઃખદ ઘટના સામે આવી છે. અહીં ગરબા રમતા એક યુવકનું મોત થયું હતું. પુત્રના મૃત્યુનો આઘાત પિતા સહન ન કરી શક્યા અને તેઓ પણ મૃત્યુ પામ્યા. મામલો પાલઘર જિલ્લાના વિરાર શહેરનો છે. અહીં એક ગરબા કાર્યક્રમમાં ડાન્સ કરતી વખતે એક 35 વર્ષીય વ્યક્તિનું મોત થયું હતું. પોલીસે સોમવારે આ માહિતી આપી હતી.
 
વિરાર પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે શનિવાર-રવિવારની વચ્ચેની રાત્રે વિરારના ગ્લોબલ સિટી કોમ્પ્લેક્સમાં એક ગરબા કાર્યક્રમમાં ડાન્સ કરતી વખતે મનીષ નરપજી સોનિગ્રા પડી ગયો હતો. આ વ્યક્તિને તેના પિતા નરપજી સોનિગ્રા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો, તેઓએ જણાવ્યું હતું.  તેમણે જણાવ્યું કે વ્યક્તિના મૃત્યુના સમાચાર સાંભળીને તેના પિતા પણ ભાંગી પડ્યા અને સ્થળ પર જ મૃત્યુ પામ્યા. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે અને આ સંબંધમાં અકસ્માત મોતનો કેસ નોંધવામાં આવ્યો છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.