ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated :મુંબઈ. , મંગળવાર, 24 સપ્ટેમ્બર 2024 (12:34 IST)

VIDEO: હવે સિદ્ધિવિનાયક મંદિરના પ્રસાદની શુદ્ધતા પર ઉઠ્યા સવાલ, લાડુઓ પર ઉંદરના બચ્ચા

siddhivinayak temple
આંધ્ર પ્રદેશની તિરુપતિમાં સ્થિત તિરુમાલા બાલાજી મંદિરના લાડુઓમાં નિયમિત ફૈટના અંશ જોવા મળ્યા પછી મંદિરના પ્રસાદને લઈને નવી ચર્ચા છેડાય ગઈ છે. તિરુપતિ બાલાજીનો પ્રસાદ બનાવવામાં જે ઘી નો ઉપયોગ કરવામાં આવ્યો તેમા ભેંસ, સૂઅરની ચરબી જોવા મળી છે. હવે મુંબઈના જાણીતા શ્રી સિદ્ધિ વિનાયક મંદિરના મહાપ્રસાદમાં પણ ઉંદરના બચ્ચા જોવા મળ્યા છે. સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટ તરફથી શ્રદ્ધાળુઓને વહેંચવામાં આવતા મહાપ્રસાદ લાડુના પેકેટમાં ઉંદર પડેલા દેખાય રહ્યા છે. અનેક પેકેટ કતરેલા પણ જોવા મળ્યા. આ દરમિયાન મંદિર પ્રશાસને મામલાની તપાસ કરવાની વાત કરી છે. 

 
 
જાણીતા દેવસ્થાન શ્રી સિદ્ધિવિનાયક મંદિરની ચોંકાવનારી એક તસ્વીર હાથ લાગી છે. મંદિરના મહાપ્રસાદમાં ઉંદરના બચ્ચા જોઈ શકાય છે. આ તસ્વીરો પર માંગવામાં આવેલ સફાઈ મંદિર ટ્રસ્ટની સચિવ વીણા પાટિલે કહ્યુ છે કે આ તસ્વીરોની તપાસ કરવી પડશે. CCTV ફુટેજ પણ ચેક કરવામાં આવશે. 
 
દરરોજ પ્રસાદ માટે બનાવાય છે 50 હજાર લાડુ 
રિપોર્ટ મુજબ મંદિરના ચોકમાં દરરોજ પ્રસાદ માટે 50 હજાર લાડુ બને છે. તહેવારના સમયે લાડુની માંગ વધી જાય છે. પ્રસાદ માટે 50-50 ગ્રામના બે લાડુ પેકેટમાં હોય છે. ફૂડ એંડ ડ્રગ ડિપાર્ટમેંટ પાસેથી લાડુમાં વપરાતી વસ્તુઓને સર્ટિફાઈડ પણ કરવામાં આવે છે. 
 
મંદિરની અંદર હાઈજીન અને શુદ્ધતા પર ઉઠી રહ્યા છે સવાલ 
લૈબ ટેસ્ટના મુજબ મહાપ્રસાદના આ લાડુઓને 7 થી 8 દિવસ સુધી સુરક્ષિત રાખી શકાય છે. જો કે લાડુઓમાં ઉંદરના બચ્ચા જોવા મળવાની તસ્વીરો આવ્યા બાદ મંદિરની અંદર હાઈજીન અને પ્રસાદની શુદ્ધતાને લઈને મોટા સવાલ ઉભા થઈ રહ્યા છે. 
 
મંદિર ટ્રસ્ટે માંગ્યો વીડિયો અસલી હોવાનો પુરાવો 
સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટની સચિવ વીણા પાટિલ કહે છે કે આ પહેલી નજરમાં તો નથી લાગી રહ્યુ કે આ તસ્વીરો સિદ્ધિવિનાયક મંદિરની છે. આ તસ્વીર મંદિરની અંદરની જ છે એવુ પણ નથી લાગી રહ્યુ. આ વીડિયોના પુરાવા પણ અમને આપવામાં આવે. અમે આની તપાસ અમારા સરકારી સ્તર પર કરીશુ.