હું જ્યાં હું છું ત્યાં ધમાકા થઈ રહ્યા છે', મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ લોકોને કરી અપીલ, કહ્યું- રસ્તાઓ પર ન નીકળો
Blast in Jammu Kashmir: જમ્મુ અને કાશ્મીરમાં શુક્રવારે સાંજ પડતાં જ ફરી એકવાર ધમાકાનો અવાજ સંભળાયો. જમ્મુમાં ઘણી જગ્યાએ બ્લાસ્ટ થવા માંડ્યા છે. સમગ્ર જમ્મુ અને સાંબામાં અંધારપટ છે. જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ X પર કહ્યું કે હું જ્યાં છું ત્યાંથી થોડી-થોડી વારે વિસ્ફોટોના અવાજો આવી રહ્યા છે, કદાચ ભારે તોપનો અવાજ સંભળાઈ રહ્યો છે.
અન્ય એક પોસ્ટમાં તેમણે કહ્યું, "જમ્મુ અને તેની આસપાસના તમામ રસ્તાઓ પર ન નીકળશો, ઘરે રહો અથવા આગામી થોડા કલાકો સુધી નજીકના એવા સ્થળે રહો જ્યાં તમે આરામદાયક રહી શકો." અફવાઓને અવગણો, પાયાવિહોણી કે અપ્રમાણિત વાર્તાઓ ફેલાવશો નહીં અને આપણે બધા સાથે મળીને આનો સામનો કરીશું.