મંગળવાર, 31 જાન્યુઆરી 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated: શનિવાર, 21 ઑગસ્ટ 2021 (12:34 IST)

Onam 2021: ઑણમના અવસર પર હિંચકે ઝૂલતા જોવા મળ્યા શશિ થરૂર, PM મોદીએ પણ આપી શુભેચ્છા

. કેરલમાં આજે ઓણમ (Onam Celebration) ના તહેવાર હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. આ ખાસ પ્રસંગે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશી થરૂરે પરંપરાગત સ્વિંગનો આનંદ માણ્યો હતો. કેરળમાં ઓણમનું ખૂબ જ વિશેષ મહત્વ છે. લણનીના પ્રસંગે ઉજવાતો તહેવાર ઓણમ ખાસ કરીને કેરળમાં ઉજવાય છે. 10 દિવસ સુધી ચાલનારા આ ઉત્સવમાં મલયાલમના નવા વર્ષ કોલા વર્ષને આવકારવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ખાસ અવસર પર લોકોને અભિનંદન પાઠવ્યા છે.

શશી થરૂરે આ પ્રસંગે એક વીડિયો શેર કર્યો છે. તેઓ લાલ કુર્તા અને ધોતીમાં જોવા મળી રહ્યા છે. આ સાથે તેમણે કપાળ પર ચંદન લગાવ્યું છે. લગભગ 30 સેકન્ડના આ વીડિયોમાં તેઓ ઝૂલતો જોવા મળી રહ્યા છે. વીડિયો શેર કરતાં તેમણે લખ્યું કે, 'ઓણમમાં ઝૂલવાની પરંપરા છે. સામાન્ય રીતે છોકરીઓ હિંચકાનો આનંદ માણે છે. આ વખતે મને પણ કેટલાક લોકોએ હિંચકા પર બેસવા માટે મનાવ્યો. આપ સૌને ઓણમની શુભકામનાઓ.
 
પીએમ મોદીએ શુભેચ્છા પાઠવી 


વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શનિવારે દેશવાસીઓને ઓણમની શુભેચ્છા પાઠવી હતી. તેમણે ટ્વિટ કર્યું કે, 'ઓણમના ખાસ અવસર પર આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, સકારાત્મકતા, ભાઈચારો અને સદ્દભાવનો તહેવાર. હું દરેકને સારા, સ્વસ્થ અને સુખી જીવનની ઇચ્છા કરું છું.