ગુરુવાર, 27 નવેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાતી તાજા સમાચાર
  3. રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 8 મે 2025 (23:54 IST)

રાજસ્થાનનાં લાઠીથી પકડાયો પાકિસ્તાની પાયલોટ, JF-17 પ્લેનમાં

pakistani pilots in indias custody
ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય સેનાએ આ કાર્યવાહી દરમિયાન એક પાકિસ્તાની પાયલટની ધરપકડ કરી હોવાના અહેવાલ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પાયલટ પાકિસ્તાન વાયુસેનાના JF-17 ફાઇટર પ્લેનમાં સવાર હતો. આ ફાઇટર પ્લેનને ભારતે તોડી પાડ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે આ પાયલટ રાજસ્થાનના લાઠીથી પકડાયો છે. સૂત્રોએ જણાવ્યું કે પાયલટને ગુપ્ત જગ્યાએ લઈ જવામાં આવ્યો છે. જ્યાં તેની પૂછપરછ ચાલી રહી છે. ભારતીય અધિકારીઓએ હજુ સુધી પાઇલટની ઓળખ જાહેર કરી નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે તે પાકિસ્તાન વાયુસેનાનો કોઈ વરિષ્ઠ અધિકારી હોઈ શકે છે.
 
ભારત-પાકિસ્તાન તણાવ
22 એપ્રિલ 2025 ના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, બંને દેશો વચ્ચે તણાવ નોંધપાત્ર રીતે વધી ગયો છે. તે આતંકવાદી હુમલામાં ભારતના 26 લોકો માર્યા ગયા હતા. ભારતે આ હુમલા માટે પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠનોને જવાબદાર ઠેરવ્યા હતા. તેના જવાબમાં, ભારતે 'ઓપરેશન સિંદૂર' હેઠળ પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા.
 
આંતરરાષ્ટ્રીય સમુદાયની નજર
આ ઘટના એવા સમયે બની છે જ્યારે સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય વૈશ્વિક શક્તિઓએ ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ પર ચિંતા વ્યક્ત કરી છે. અમેરિકા અને રશિયાએ બંને દેશોને સંયમ રાખવા હાકલ કરી છે, પરંતુ ભારતે સ્પષ્ટ કર્યું છે કે તે તેની સુરક્ષા સાથે કોઈ સમાધાન કરશે નહીં.