1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: બુધવાર, 27 ડિસેમ્બર 2023 (12:37 IST)

Parasite સ્ટાર Lee Sun Kyunની મોત કારમાં મળી લાશ

કારમાં મળી ફેમસ અભિનેતાની લાશ - ઓસ્કાર વિજેતા ફિલ્મ પેરાસાઇટમાં મુખ્ય ભૂમિકા ભજવનાર પ્રખ્યાત કોરિયન અભિનેતા લી સુન ક્યૂનનું બુધવારે અવસાન થયું. એક મહિલાએ પોલીસને ફોન કરીને જાણ કરી હતી કે તેના પતિએ ઘરે સુસાઇડ નોટ લખી છે. તમને જણાવી દઈએ કે લી સુન ક્યૂન વિરુદ્ધ ડ્રગ્સ કેસની તપાસ ચાલી રહી હતી.
 
સાઉથ કોરિયન ન્યૂઝ એજન્સી અનુસાર, સિયોલના સિયોંગ બુક ડિસ્ટ્રિક્ટના એક પાર્કમાં એક વ્યક્તિ કથિત રીતે બેભાન હાલતમાં મળી આવ્યો હતો, જે બાદ પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે મૃતક અભિનેતા લી સન ક્યૂન હતો.