શુક્રવાર, 22 ઑગસ્ટ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 28 ડિસેમ્બર 2021 (09:25 IST)

Pariksha pe charcha 2022- પીએમ મોદી સાથે પરીક્ષા પર ચર્ચામાં ભાગ લેવા માટે આજથી રજીસ્ટ્રેશન શરૂ

pariksha pe charcha
પીએમ મોદીની સાથે પરીક્ષા પર ચર્ચા માટે મંગળવારથી રજિસ્ટ્રેશન શરૂ થઈ જશે. 20 જાન્યુઆરી સુધી ખુલ્લો રહેશે. અત્યારે પરીક્ષા પર ચર્ચાની તારીખ નક્કી નથી થઈ છે. પણ માનવામાં આવી રહ્યુ છે કે આ ફેબ્રુઆરી સુધીમાં થઈ શકે છે. મની કી બાત કાર્યક્રમમાં પીએમએ મન કી બાત માટે રજીસ્ટ્રેશન શરૂ થવાની જાણકારી આપતા કહ્યુ કે (MyGov.in) માઈગોવડાઈટન પર તેન કરાઈ રહ્યુ છે. તેણે વિદ્યાર્થીઓ, પાલક અને શિક્ષકોથી મોટી સંખ્યામાં રજીસ્ટ્રેશન કરવાની અપીલ કરતા જણાવ્યુ એ તેના માટે ઑનલાઈન કંપીટીશન પણ શરૂ કરાશે. 
 
એવું માનવામાં આવે છે કે ઓનલાઈન સ્પર્ધામાં ટોચના વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને વડાપ્રધાન સાથે સીધો સંવાદ કરવાની તક મળશે. નોંધનીય છે કે 10મા અને 12માની બોર્ડની પરીક્ષા પહેલા વડાપ્રધાન મોદી પર વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરે છે. આ દરમિયાન તે વિદ્યાર્થીઓને તણાવમુક્ત રહીને પરીક્ષા કેવી રીતે આપવી તે શીખવે છે.
પીએમ મોદીએ રેડિયો પરના તેમના કાર્યક્રમ 'મન કી બાત'માં કહ્યું કે આ વર્ષે પણ હું પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરવાની યોજના બનાવી રહ્યો છું. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે, રજીસ્ટ્રેશન 28મી ડિસેમ્બરથી MyGov.in (MyGov.in) પર શરૂ થશે. વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો આ કાર્યક્રમમાં તેમના સૂચનો આપવા માટે 28 ડિસેમ્બરથી 20 જાન્યુઆરી 2022 સુધી પોતાની નોંધણી કરાવી શકે છે. આ માટે ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો માટે ઓનલાઈન સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવશે.