સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 20 માર્ચ 2022 (10:48 IST)

પેટ્રોલ-ડીઝલના ભાવ મુદ્દે મોટા અપડેટ, ઘરથી નિકળતા પહેલા ચેક કરવુ આજના રેટ

દેશની રાજધાની દિલ્હીમાં 20 માર્ચ 2022ના રોજ પણ પેટ્રોલ 95.41 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 86.67 રૂપિયા પ્રતિ લીટર પર સ્થિર છે. આ જ રીતે દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પેટ્રોલ 109.98 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 94.14 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે. કોલકાતામાં પેટ્રોલ 104.67 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 89.79 રૂપિયા પ્રતિ લીટર છે. ચેન્નઈમાં પેટ્રોલ 101.40 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 91.43 રૂપિયા પ્રતિ લીટર છે.
 
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતને આધારે રોજ ઓઈલના ભાવ અપડેટ કરવામાં આવે છે, ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ ઓઇલ કંપનીઓ દરરોજ સવારે વિવિધ શહેરોના પેટ્રોલ અને ડીઝલના ભાવની માહિતી અપડેટ કરે છે. જો કે નવેમ્બરથી ભારતમાં ભાવ સ્થિર રહ્યા છે.
 
 
તમે SMS દ્વારા દરરોજ તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત પણ ચકાસી શકો છો. ઈન્ડિયન ઓઈલ (IOC)ના ગ્રાહકો RSP<ડીલર કોડ>ને 9224992249 નંબર પર મોકલી શકે છે અને HPCL (HPCL)ના ગ્રાહકો HPPRICE <ડીલર કોડ>ને 9222201122 નંબર પર મોકલી શકે છે. BPCL ગ્રાહકો RSP<ડીલર કોડ> નંબર 9223112222 પર મોકલી શકે છે.