કેબિનેટમાં ફેરફારની તૈયારી, પીએમ મોદી સાથે અમિત શાહ અને જેપી નડ્ડાની બેઠક
બંગાળમાં મળેલી હાર અને ઉત્તર પ્રદેશમાં થનારી ચૂંટણીને ધ્યાનમાં રાખતા કેંદ્રીય કેબિનેટમાં ફેરફારની તૈયારી ચાલી રહી છે સૂત્રોનુ માનીએ તો કેબિનેતમા ફેરફાર થવો નક્કી છે.
સૂત્રોના બતાવ્યા મુજબ પીએમ મોદી નાના-નાના ગ્રુપ્સમાં મંત્રીઓ સાથે મુલાકત કરી રહ્ય છે અને તેમની સાથે સંબંધિત મંત્રાલયોની સમીક્ષા પણ કરી રહ્યા છે. આજે બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા અને અમિત શાહ પણ પીએમ સાથે આ બેઠકમાં રહેશે.
આવતીકાલે ધર્મેંદ્ર પ્રધાન, નરેન્દ્ર સિંહ તોમર, ગજેન્દ્ર સિંહ શેખાવત, મહેન્દ્ર નાથ પાંડેય, હરદીપ પુરીની સાથે તેમની સાથે સંબંધિત મંત્રાલયોના કામોની સમીક્ષા કરશે. આ પહેલા વી કે સિંહ અને અન્ય મંત્રી પણ પીએમ સાથે સમીક્ષા કરી ચુક્યા છે.
આ પીએમ મોદી સાથે મુલાકાત પછી યૂપી સીએમ યોગી આદિત્યનાથે ટ્વીટ કર્યુ. યોગીએ લખ્યુ કે આજે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી સાથે નવી દિલ્હીમાં શિષ્ટાચાર ભેટ અને માર્ગદર્શન પ્રાપ્તિનુ સૌભાગ્ય પ્રાપ્ત થયુ. પોતાની વ્યસ્ત દિનચર્યા છતા મુલાકાત માટે સમય આપવા બદલ આદરણીય પ્રધાનમંત્રીનો હ્રદયપૂર્વક આભાર.
ઉલ્લેખનીય છે કે કોરોનાની બીજી લહેર દરમિયાન યુપીએ સરકારને અનેક આલોચનાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આવી સ્થિતિમાં હવે આવતા મહિને આવનારી ચૂંટણી પહેલા બીજેપી તૈયારીઓમાં લાગી ગયુ છે. પહેલા અમિત શાહે અનુપ્રિયા પટેલ, સંજય નિષાદ સાથે મુલાકાત કરી. આવામા બીજેપી તરફથી પોતાના સહયોગીઓ પર પણ ફોકસ કરવામાં આવી રહ્યો છે.