1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 19 મે 2021 (07:49 IST)

પીએમ મોદી આજે ગુજરાતની મુલાકાતે, ચક્રવાત તાઉતેથી થયેલા નુકસાનનું કરશે નિરિક્ષણ

પ્રધાનમંત્રી નરેંન્દ્ર મોદી આજે તાઉતે વાવાઝોડાના લીધે થયેલા નુકસાન અને સ્થિતિની સમીક્ષા કરવા માટે તે આજે ગુજરાતના દીવની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી દીવમાં થયેલા નુકસાનની પણ માહિતી મેળવવાના છે. પ્રાપ્ત માહિતી મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11.30 કલાકે દિલ્હીથી ભાવનગર પહોંચવાના છે. ત્યારબાદ તેઓ ઉના, જાફરાબાદ, મહુવા સહિતના વિસ્તારો અને દીવનું હવાઈ નિરીક્ષણ કરશે. ત્યારબાદ પ્રધાનમંત્રી અમદાવાદમાં એક રિવ્યૂ બેઠક કરશે. પ્રધાનમંત્રીની સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હવાઈ નિરીક્ષણમાં જોડાઈ શકે છે. 
 
ગુજરાતમાં ચક્રવાતે તાઉતે સાથે જોડાયેલા ઘટનાઓમાં 13 લોકોના મોત થયા જ્યારે તેના કારણે તટીય વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે. વિજળીના થાંભળા તથા ઝાડ ઉઘડી ગયા છે અને ઘણા ઘર અને રસ્તાઓને ભારે નુકસાન થયું છે. અધિકારીઓએ મંગળવારે આપતાં કહ્યું હતું કે તાઉતે હવે નબળું પડી ગયું છે. 
 
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી વાવાઝોડાના લીધે 16 હજારથી વધુ ઘરોને નુકસાન થયું છે, જ્યારે 40 હજારથી વધુ વૃક્ષો અને એક હજારથી વધુ થાંભલા પડી ગયા છે. અધિકારીઓએ જણાવ્યું કે ગુજરાતના વેરાવળ પોર્ટના નજીક ચક્રવાતના કારણે સમુદ્રમાં ફસાયેલા 8 માછીમારોને સુરક્ષિત બચાવી લેવાયા હતા. 
 
વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, વાવાઝોડાથી ઉનાળુ પાકને ઓછું નુકસાન ગયું છે પરંતુ કેરી અને નાળિયેરી જેવા પાકોને સારું એવું નુકશાન ગયું છે. રાજ્ય સરકાર તમામ નુકસાનના સર્વેક્ષણની કામગીરી હાથ ધરશે અને ધારાધોરણ મુજબ આગળના નિર્ણયો લેવાશે.