બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 26 મે 2017 (11:24 IST)

મોદીના 3 વર્ષ LIVE: દેશને સમર્પિત થયો સૌથી લાંબો Dhola Sadiya Bridge, PM હાજર

ચીન સીમા નિકટ બ્રહ્મપુત્ર નદી પર બનેલ દેશનો સૌથી લાંબો ઘૌલા-સાદિયા પુલને દેશને સમર્પિત કરવામાં આવ્યો. પ્રધાનમંત્રી નરેંર મોદીએ આજે તેનુ  ઉદ્દઘાટન કર્યુ. ઉદ્દ્ઘાટન પછી પીએમ મોદી અને કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી પુલ પર જઈને તેની વ્યવસ્થા જોઈ રહ્યા છે.  અસમથી અરુણાચલાને જોડનારો આ પુલ 9.15 કિલોમીટર લાંબો છે. દેશવાસીઓને મળેલી આ ગિફ્ટથી તેઓ સમગ્ર એશિયામાં ચર્ચામાં રહ્યાં છે. આજે તેમના કાર્યકાળનો ત્રીજો વર્ષ પૂરો થવા જઈ રહ્યો છે પુલના ઉદદ્યાટન દ્વારા તેઓ સેલિબ્રેશન મનાવશે.
 
આ પુલ બ્રહ્મપુત્ર નદીના દક્ષિણી તટ પર સ્થિત દ્યોલાના ઉત્ત્।રી તટ પર આવેલા સાદીયાના જોડશે.9.15 કિલોમીટર લાંબો આ પુલ મુંબઈ સ્થિત પ્રસિદ્ઘ બાંદ્રા-વર્લી સી લિંક (5.6 કિલોમીટર) થી પણ 30 ટકા વધુ લાંબો છે, આ પુલના બનવાથી પૂર્વી અરુણાચલપ્રદેશમાં સંચાર સુવિધા વધુ સારી થશે. આ પુલનો સૌથી મોટો લાભ ભારતીય સેનાને થશે. પુલ સેનાના આસામથી અરુણાચલ સ્થિત ભારત-ચીન સીમા સુધી પહોંચવામાં ત્રણથી ચાર કલાક ઓછા થઈ જશે. આ સીમા પર ભારતની કિબિથુ, વાલોન્ગ અને ચાગલગામ સૈન્યની ચોકીઓ છે. આ પુલને કારણે પેટ્રોલ અને ડીઝલમાં દસ લાખ રૂપિયા સુધીની બચત થશે.
 
પુલ બનવામાં અંદાજે 10 હજાર કરોડ રૂપિયા ખર્ચાયા છે. આ બનાવવામાં મોડુ થતા તેનો ખર્ચો પણ વધ્યો હતો. પુલની સાથે જ તેને બીજા રસ્તાઓ સાથે જોડવા માટે 28.5 કિલોમીટર લાંબી સડકોનુ પણ નિર્માણ કરવામાં આવ્યું છે. બોગીબીલ નામનો વધુ એક પુલ જલ્દી જ શરૂ થવાનો છે, જેના બાદ પૂર્વ અરુણાચલ પ્રદેશથી એટાનગર સુધી જવામાં લાગતા સમયમાં 4-5 કલાક ઓછુ થઈ જશે.  
 
આ પુલની વિશેષતા -  પુલ પર ટેન્ક પર ચાલી શકે છે   આ પુલથી 60 ટન સુધીની ટેન્ક આસાનીથી લઈ જઈ શકાય છે.       દેશની સૌથી આધુનિક ટેન્ક અર્જુન 58 ટન વજનની છે.  ટેન્કની સાથે સૈનિકોની ટુકડીઓનો સામાન પણ આરામથી પાર થઈ શકે છે. ચીનને પસ્ત કરવા માટે હવે ટી-72  અને ટી-90 જેવી ટેન્ક હવે થોડા જ સમયમાં બોર્ડર સુધી પહોંચી શકશે
 
ચીનની સામેની ચેલેન્જ ઝીલવામાં સક્ષમ -  આસામની બ્રહ્મપુત્ર નદી પર તિનસુકિયા જિલ્લાના સદિયાના અરુણાચલ પ્રદેશના સદિયા સુધી બનાવેલો પુલ આસામની રાજધાની દિસપુરથી 540 કિલોમીટર અને અરુણાચલ પ્રદેશની રાજધાની ઈટાનગરથી300  કિલોમીટર દૂર છે. આ બંને રાજયોની વચ્ચેનું અંતર તો ઓછું કરશે, અરુણાચલ પ્રદેશની અનિનીમાં બનેલા સામરિક વિસ્તાર સુધી પણ આસાનીથી પહોંચી શકાય છે.
 
   સિમેન્ટ અને સળીયા દ્વારા બનાવવામાં આવેલો આ પુલ ચીનની વિરુદ્ઘ ભારતની સુરક્ષા માટે કોઈ ઢાલની જેમ કામ કરશે. ચીનની ચાલાકીનો જવાબ આપવા માટે એશિયાનો સૌથી લાંબો પુલ ભારતે હવે તૈયાર કરી લીધો છે. આ પુલની મદદથી યુદ્ઘ જેવી સ્થિતિમાં ભારતના દુશ્મનોને બરાબરનો જવાબ આપી શકાશે. પુલ પર યુદ્ઘ સાથે જોડાયેલી ટેન્ક પણ આસાનીથી ચાલી શકશે