પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પ્રયાગરાજ મહાકુંભ મેળા ક્ષેત્રમાં પહોચી ગયા છે. થોડીવારમાં તેઓ સંગમમાં આસ્થાની ડુબકી લગાવશે. સ્નાન પછી પ્રધાનમંત્રી મોદી સંગમ તટ પર જ ગંગાની પૂજા કરી દેશવાસીઓની કુશળતાની કામના કરશે. ઉલ્લેખનીય છે કે પીએમ મોદીનો સંગમ પ્રવાસ લગભગ 2 કલાકનો છે. સવારે 11 વાગ્યાથી સાડા અગિયાર વાગ્યા સુધીનો સમય પીએમ મોદી માટે આરક્ષિત છે. મહાકુંભમં પીએમના પ્રવાસને લઈને વિશેષ તૈયારીઓ ગઈકાલથી શરૂ થઈ ગઈ હતી. સંગમ ઘાટથી લઈને પ્રયાગરાજના રસ્તા પર સિક્યોરિટી પ્રોટોકૉલ લાગૂ છે.
પ્રધાનમંત્રીએ આજની તિથિ કેમ પસંદ કરી, શુ છે માન્યતા ?
પીએમ મોદી આજે માઘ મહિનાની અષ્ટમી તિથિ પર પુણ્યકાળમાં પવિત્ર ત્રિવેણીમાં આસ્થાની ડુબકી લગાવી રહ્યા છે. હિન્દુ પંચાગની માનીએ તો 5 ફેબ્રુઆરી માઘ મહિનાની ગુપ્ત નવરાત્રીની અષ્ટમી તિથિ છે, જેને ધાર્મિક દ્રષ્ટિથી અત્યંત શુભ માનવામાં આવે છે. આ દિવસ તપ, ધ્યાન અને સાધનાને ખૂબ ફળદાયી માનવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે જે લોકો તપ, ધ્યાન અને સ્નાન કરે છે તેમના બધા મનોરથ પૂર્ણ થાય છે. આ ઉપરાંત આ દિવસને ભીષ્માષ્ટમીના રૂપમાં પણ ઓળખવામાં આવે છે.
ધાર્મિક માન્યતાઓ અનુસાર, મહાભારત દરમિયાન, ભીષ્મ પિતામહ બાણની શય્યા પર સૂતા સૂર્ય ઉત્તરાયણ થવા પર શુક્લ પક્ષની રાહ જોતા હતા. માઘ મહિનાની અષ્ટમી તિથિએ, તેમણે શ્રી કૃષ્ણની હાજરીમાં પોતાનો જીવ છોડ્યો, જ્યારબાદ તેમને મોક્ષ પ્રાપ્ત થયો.
PMO એ આપી માહિતી
મહાકુંભ 2025 13 જાન્યુઆરી, પોષ પૂર્ણિમાના દિવસે શરૂ થયો હતો અને 26 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રી સુધી ચાલુ રહેશે. પીએમઓએ જણાવ્યું હતું કે મહાકુંભ એ વિશ્વનો સૌથી મોટો આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ છે, જે વિશ્વભરના ભક્તોને આકર્ષે છે. પીએમઓએ જણાવ્યું હતું કે ભારતના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન અને જાળવણી કરવાની તેમની પ્રતિબદ્ધતા અનુસાર, પ્રધાનમંત્રીએ તીર્થસ્થળો પર માળખાગત સુવિધાઓ અને સુવિધાઓ વધારવા માટે સતત સક્રિય પગલાં લીધાં છે.
આ છે પીએમ મોદીનો આજનો પૂર્ણ કાર્યક્રમ
- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે લગભગ 10 વાગે પ્રયાગરાજ એયરપોર્ટ પહોચશે. સીએમ યોગી આદિત્યનાથ પ્રધાનમંત્રીનુ સ્વાગત કરશે.
- પીએમ મોદી અને સીએમ યોગી સવારે લગભગ 10:45 વાગ્યે અરિયલ ઘાટ પહોંચશે. પ્રધાનમંત્રી અરિયલ ઘાટથી ખાસ બોટ દ્વારા સ્નાન માટે સંગમ જશે.
- સવારે ૧૧ વાગ્યે, પીએમ મોદી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવશે અને સંગમ ઘાટ પર સંગમ આરતી પણ કરશે.
આ દરમિયાન, પ્રધાનમંત્રી સીએમ યોગી સાથે મહાકુંભની વ્યવસ્થા અંગે પણ ચર્ચા કરશે.
બપોરે લગભગ ૧૨.૩૦ વાગ્યે, મોદી વાયુસેનાના વિમાન દ્વારા પ્રયાગરાજથી પરત ફરશે. પ્રધાનમંત્રીની સંગમ મુલાકાત લગભગ 1.5 થી 2 કલાકની રહેશે.
- મહાકુંભ કાર્યક્રમ પહેલા ગંગા આરતી કરવામાં આવી હતી
મહાકુંભ પહેલા, 13 ડિસેમ્બર 2024 ના રોજ, પ્રધાનમંત્રીએ સંગમના કિનારે ગંગાની આરતી અને પૂજા કરી હતી અને આ મેગા ઇવેન્ટની સફળતાપૂર્વક પૂર્ણતા માટે પ્રાર્થના કરી હતી. પ્રયાગરાજની તેમની મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રીએ સામાન્ય જનતા માટે કનેક્ટિવિટી, સુવિધાઓ અને સેવાઓ સુધારવા માટે રૂ. 5,500 કરોડના 167 વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન પણ કર્યું. તેઓ 2019 ના કુંભ માં પણ શરૂઆત અને અંતમાં એમ બે વખત આવ્યા હતા.