મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 19 જાન્યુઆરી 2024 (14:10 IST)

PM મોદી સ્ટેજ પર અચાનક રડી પડ્યા

modi in nasik
VIDEO:બાળપણને યાદ કરીને મંચ પર રડવા લાગ્યા પીએમ મોદી, કહ્યું- કાશ મને આવા ઘરમાં રહેવાનો મોકો મળ્યો હોત.
 
PM Modi Solapur Visit - વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રના સોલાપુરમાં મંચ પરથી પોતાના ભાષણ દરમિયાન ભાવુક થઈ ગયા હતા. શુક્રવારે તેમણે રાજ્યના લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન પીએમ મોદી તેમના બાળપણને લઈને ભાવુક થતા જોવા મળ્યા અને તેમણે થોડા સમય માટે પોતાનું ભાષણ અધવચ્ચે જ રોકી દીધું. આ પછી તેણે પાણી પીધું અને પોતાનું ભાષણ ફરી શરૂ કર્યું.
 
પોતાના ભાષણ દરમિયાન પીએમ મોદીએ ભાવુક થઈને કહ્યું, 'મને ખુશી છે કે અમે સોલાપુરના હજારો ગરીબો અને હજારો મજૂરો માટે જે સંકલ્પ લીધો હતો તે આજે પૂરો થઈ રહ્યો છે. આજે પીએમ આવાસ યોજના હેઠળ દેશની સૌથી મોટી સોસાયટીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. મેં જઈને જોયું છે અને ઈચ્છું છું કે મને પણ બાળપણમાં આવા ઘરમાં રહેવાનો મોકો મળે.