ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , શનિવાર, 11 એપ્રિલ 2020 (10:10 IST)

Lockdown in India: લોકડાઉનનો સમય વધારવા પર આજે રાજ્યોના સીએમ સાથે ચર્ચા કરશે PM મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી 21 દિવસના લોકડાઉન માટે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા શનિવારે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરશે. આ સમય દરમિયાન, આવતા અઠવાડિયામાં સમાપ્ત થયેલ લોકડાઉન અવધિને વધારવા અથવા સમાપ્ત કરવા પર ચર્ચા થઈ શકે છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતમાં કોરોના વાયરસને કારણે મૃત્યુઆંક વધીને 199 થઈ ગયો છે, જ્યારે કોરોના વાયરસના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 6,412 પર પહોંચી ગઈ છે.
 
એવું માનવામાં આવી રહ્યુ છે કે વીડિયો કોન્ફરન્સમાં કેન્દ્ર સરકાર 14 એપ્રિલ પહેલા દેશભરમાં ચાલી  રહેલા લોકડાઉન આગળ ધપાવવા સંકેત આપી શકે છે. આ સાથે, ઘણા રાજ્યોએ ઘણા કોરોના વાયરસના ફેલાવાને જોતા લોકડાઉન વધારવાની અપીલ કરી છે.
 
બુધવારે સંસદસભ્યો અને અન્ય પક્ષોના નેતાઓને સંબોધન કરતી વખતે વડા પ્રધાન મોદીએ સ્પષ્ટ કર્યું કે 14 એપ્રિલે એક સાથે લોકડાઉન પાછુ ખેંચી શકાશે નહીં. તેમણે કહ્યું કે તેમની સરકારની પ્રાથમિકતા દરેક વ્યક્તિના જીવનને બચાવવાની છે. સત્તાવાર નિવેદન મુજબ પીએમ મોદીએ કહ્યું કે રાજ્યો, જિલ્લા વહીવટ અને નિષ્ણાતોએ વાયરસના ફેલાવાને રોકવા માટે લોકડાઉન વધારવાનું સૂચન કર્યું છે.
 
ઓડિશા સરકારે લોકડાઉન અવધિ 30 એપ્રિલ સુધી લંબાવી, તેને એક પગલું આગળ વધાર્યું.  બીજુ જનતા દળના નેતા પિનાકી મિશ્રાએ પીટીઆઈ સાથે વાત કરતા  કહ્યું હતું કે 'વડા પ્રધાન મોદીએ સ્પષ્ટ કરી દીધું હતું કે લોકડાઉન નહી હટાવવામાં આવે. તેમણે એમ પણ કહ્યું હતું કે કોરોના વાયરસના પહેલાનુ અને કોરોના પછીનું જીવન એક જેવુ રહેશે નહી. 
 
ઉલ્લેખનીય છે કે આ બીજી વખત છે જ્યારે વડા પ્રધાન મોદી લોકડાઉનના અમલીકરન પછી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરશે. 2 એપ્રિલના રોજ મુખ્યમંત્રીઓ સાથેની વાતચીત દરમિયાન પીએમ મોદીએ જીવલેણ વાયરસના ફેલાવાના સામનો કરવાના માધ્યમો પર ચર્ચા કરી. 
 
ઉલ્લેખનીય વાત એ છે કે કોરોના વાયરસને કારણે સરકારે 14 એપ્રિલ સુધી દેશભરમાં લોકડાઉન લાગુ કર્યું છે. કોરોના વાયરસ એક ચેપગ્રસ્ત વ્યક્તિથી બીજામાં ફેલાય છે. તેથી જરૂરી છે કે લોકો સોશિયલ ડિસ્ટેસિંગ બનાવી રાખે.  હાલમાં તમામ રાજ્યોએ પોતાની સરહદો સીલ કરી દીધી છે.